મોદીની ચોખવટ, યૂએન નક્કી કરે કોણ આતંકવાદની સાથે, કોણ વિરૂધ્ધમાં!

Haresh Suthar | News18
Updated: September 28, 2015, 11:21 AM IST
મોદીની ચોખવટ, યૂએન નક્કી કરે કોણ આતંકવાદની સાથે, કોણ વિરૂધ્ધમાં!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉના અમેરિકા પ્રવાસ દરમિયાન ન્યૂયોર્કના જાણીતા મેડિસન સ્કેવરમાં ભારતીય સમુદાયના લોકો વચ્ચે જેવો માહોલ ખડો થયો હતો એવો જ માહોલ આજે સેનહોજેના સૈપ સેન્ટરમાં પણ જોવા મળ્યો. સૈપ સેન્ટરમાં મોદીએ અમેરિકાન ભારતીયોને અંદાજે એક કલાક સુધી સંબોધ્યા હતા. મોદીએ આર્થિક સુધારાથી લઇને ખેતીને સમુધ્ધ કરવા તથા આતંકવાદ મુ્દે પોતાના વિચારો સ્પષ્ટ કર્યા હતા.

  • News18
  • Last Updated: September 28, 2015, 11:21 AM IST
  • Share this:
સેનહોજે # વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉના અમેરિકા પ્રવાસ દરમિયાન ન્યૂયોર્કના જાણીતા મેડિસન સ્કેવરમાં ભારતીય સમુદાયના લોકો વચ્ચે જેવો માહોલ ખડો થયો હતો એવો જ માહોલ આજે સેનહોજેના સૈપ સેન્ટરમાં પણ જોવા મળ્યો. સૈપ સેન્ટરમાં મોદીએ અમેરિકાન ભારતીયોને અંદાજે એક કલાક સુધી સંબોધ્યા હતા. મોદીએ આર્થિક સુધારાથી લઇને ખેતીને સમુધ્ધ કરવા તથા આતંકવાદ મુ્દે પોતાના વિચારો સ્પષ્ટ કર્યા હતા.

આ કાર્યક્રમના કલાકો પહેલાથી જ લોકો અહીં આવવા શરૂ થઇ ગયા હતા. આ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવ્યો કૈલાશ ખેર અને એમના બેન્ડે. મોદી અહીં ભારતીય સમય અનુસાર સવારે 7-30 કલાકે આવ્યા હતા અને સંબોધન કર્યું હતું. ભાષણ પુરૂ થતાં જ મોદીએ અહીં આવેલા અમેરિકન ભારતીયોનું અભિવાદન ઝીલ્યું હતું.

મોદીએ આતંકવાદ મુદ્દે શું કહ્યું : યૂએનએ અત્યાર સુધી આતંકવાદની વ્યાખ્યા નક્કી નથી કરી. જો એને આ નક્કી કરવામાં આટલો સમય લાગે તો આતંકવાદ સામે કેવી રીતે લડી શકીશું.આતંકવાદ મુદ્દે કોઇ બાંધછોડ કરી શકાય એમ નથી. ભારત આતંકવાદથી છેલ્લા 40 વર્ષથી પીડિત છે. હવે દુનિયા આતંકવાદનો ખતરો સમજવા લાગી છે. આતંકવાદ અંગે અમારી વાત કોઇ સાંભળતું ન હતું. આને કાયદાનો મામલો કહેવામાં આવે છે.
First published: September 28, 2015, 11:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading