આશીર્વાદ નહીં આપું કે તમારી હોસ્પિટલ દર્દીઓથી ભરાયેલી રહે: મોદી

આશીર્વાદ નહીં આપું કે તમારી હોસ્પિટલ દર્દીઓથી ભરાયેલી રહે: મોદી

 • Share this:

  નરેન્દ્ર મોદીએ આજે એટલે કે, રવિવારે અમદાવાદમાં આવેલ જોગી સ્વામી હોલિસ્ટીક શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યાલય પ્રતિશતનમ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. તેમને આવતાની સાથે જ કહ્યું, તમારી બધાની વચ્ચે આવવાનો અર્થ મારા માટે તો તે થાય કે, પરિવાર વચ્ચે આવ્યો છું. તેમને હળવાસમાં કહ્યું હતું કે, આજે પણ દિલ્હીમાં વડાપ્રધાન કાર્યલયમાં ખાટા મરચાનું અથાણું ખવાય છે. તેમને બાળ સ્વામીને લઈને જણાવ્યું કે, જ્યારે બાળ સ્વામીનો સંદેશ આવ્યો કે તેમનો આગ્રહ હતો કે, તમને હોસ્પિટલના લોકાર્પણ માટે દિલ્હી આવીને જ નિમંત્રણ આપવો, પરંતુ મે કહ્યું કે, નિમંત્રણ આપવા માટે તમારે દોડવાનું ના હોય તમે કહો અને અમે આવી જઈએ.


  નરેન્દ્ર મોદીએ સ્વામી પરંપરાના વખાણ કરતાં કહ્યું કે, સ્વામી નારાયણ પરંપરાની દરેક બાબતમાં દિવ્યતા અને ભવ્યતા હોય છે, સ્વામીનારાયણ સંપ્રદાયે સમાજ જીવન પણ ઘણુ બધુ શીખવા મળે તેવું એક વર્ક કલ્ચર ઉભું કર્યું છે. તે એક ગુજરાતની મોટી મૂડી છે. તેમને જણાવ્યું કે, સ્વામીનારાયણમાં કામ કરનાર ઘણા મોટા સંત છે. આજે મે હોસ્પિટલની રચના જોઈ અને ખુશી તે વાતની છે કે, યોગ, આયુર્વેદ અને એલોપોથી એક જ છત નીચે રાખ્યા છે. દર્દીને જેનાથી લાભ થાય તે રીતે તેને ટ્રીટમેન્ટ આપવી તે ધણી મોટી બાબત છે.


  આજે હિન્દુસ્તાનમાં એમ્સની ચર્ચા થાય છે, તે જ સ્તરનુ અને તેવું જ સ્તરે જ સંશોધન કરી શકાય તેવા જ પ્રકારની હોસ્પિટલનું આજે લોકાર્પણ કરવાનો મને મોકો મળ્યો છે. તે મારા માટે ગર્વની વાત છે. દેશભરના લોકોને આયુર્વેદ દ્રારા ટ્રીટમેન્ટ આપવામાં આવે તે અમારી સરકારનો ઉદ્દેશ્ય છે. હર્બલ મેડિસીન સમગ્ર વિશ્વમાં પહોંચી રહ્યું છે અને વિશ્વમાં મોટું માર્કેટ કેવી રીતે ઉભો થઈ રહ્યો છે. હાલમાં આને લઈને દુનિયા આના તરફ આકર્ષિત થઈ છે.
  મોદીએ યોગને લઈને કહ્યું કે, યુનોમાં મને બોલવાની તક મળી અને મે કહ્યું કે, 21 જૂનને આંતરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવો જોઈએ અને ત્યાર બાદ હાલમાં વિશ્વભરના ઘણા દેશો 21 જૂનને આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવે છે.


  હાર્ટમાં નાખવામાં આવતા સ્ટેન્ટને લઈને નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સ્ટેન્ટ પહેલા લાખ બે લાખમાં વેચાતો હતો પરંતુ હું વડાપ્રધાન બન્યો ત્યાર બાદ તેને એકદમ સસ્તો કરી નાંખ્યો હતો. હાલમાં તે સ્ટેન્ટ માત્ર 25થી 30 હજાર સુધીમાં મળતો થઈ ગયો છે. તેવામાં આવા લોકોના આંખમાં હું કણાની જેમ ખુચું છું. પહેલા દવાઓની કિંમત પણ ઘણી બધી હતી. પહેલા જે દવાઓ 150 રૂપિયામાં મળતી હતી, તે હાલમાં 12 રૂપિયામાં મળે છે. હાલમાં જન ઓષધીની શાખાઓ શરૂ કરવામાં આવી છે, જેનાથી ગરીબોને સરળતાથી


  મોદીએ જણાવ્યું કે, આનંદીબેન પટેલની સરકાર હતી ત્યારે માં વત્સલમ યોજના શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ સરકાર બે લાખ રૂપિયા સુધીની મદદ કરી રહી છે. તે ઉપરાંત ગંભીર બિમારીઓ અને ઓપરેશનમાં થતાં ખર્ચો થાય જેમાંથી બે લાખ રૂપિયા સુધીનો ખર્ચો સરકાર ભોગવે છે.


  તે ઉપરાંત નરેન્દ્ર મોદીએ મેડિકલ અભ્યાસને લઈને જણાવ્યું કે, આજે ગુજરાતમાં 22 મેડિકલ કોલેજ છે પહેલા માત્ર 9 મેડિકલ કોલેજ જ હતી. ગુજરાતમાં પહેલા એમબીબીએસની સીટો લગભગ 1100 હતી, જે અત્યાર લગભગ સાડા ત્રણ હજારથી પણ વધારે છે. ડેન્ટલમાં પહેલા 280 બેઠકો હતી આજે લગભગ 1250 બેઠકો છે. ફિઝીયોપેરાથીમાં પહેલા 170 સીટો છે, આજે જેમાં 4130 સીટો છે. મોદીએ કહ્યું કે, પ્રગતિ કેવી રીતે કરાય વિકાસ કેવી રીતે કરાય તેના આ જીવતા જાગતા ઉદાહરણો છે. સાણંદમાં મેડિકલ ઈક્વિપમેન્ટનું સંશોધન વિદેશી કંપનીઓ આવીને કરવાની છે. સાણંદની આસપાસ મેડિકલ ઈક્વિપમેન્ટને લગતા સાધનો બને તે માટે વિદેશી કંપનીઓ પોતાના કારખાનાઓ શરૂ કરી રહી છે.


  સાઉદીમાં પણ યોગને અપનાવી લીધું છે, જ્યાં મક્કા છે. સાઉદીના પ્રિન્સે પણ એક ઈતિહાસિક નિર્ણય લેતા ત્યાંના શિક્ષણમાં યોગને સ્થાન આપવામાં આવ્યું છે. યોગને વધુ સાઈન્ટિફિક બનાવીને માનવ આરોગ્યમાં વધુમાં વધુ ઉપયોગ લેવામાં આવશે.


  નરેન્દ્ર મોદીએ માનવતાને લઈને કહ્યું કે, માનવતા આપણા રગેરગમાં આપણા સંસ્કારમાં છે. આપણા રૂષીઓએ શિક્ષકો અને સંતોએ આપણામાં ઠોસી ઠોસીને માનવતા ભરી છે, નેપાળમાં ભૂકંપ આવ્યો ત્યારે આપણે ભારતીયો ઉપરાંત ત્યાં ફસાયેલા બીજા દેશોને પણ તેમના દેશોમાં મોકલાવીને એક માનવતાનું કામ કર્યું હતું. યમનમાં પણ જ્યારે યુદ્ધ ફાટી નિકળ્યું ત્યારે આપણે આપણા દેશના નાગરિકોને તો બચાવ્યા તે ઉપરાંત બીજા ચાલીસ દેશોના નાગરિકોને બચાવીને તેમના દેશમાં મૂકી આવ્યા હતા. આ બધુ કર્યું માત્ર માનવતાના કારણે.


  અલગ-અલગ નાના-નાન ગુન્હાઓમાં સંડાવાયેલા 3158 ભારતીય નાગરિકોને વિદેશી જેલોમાંથી બહાર લાવીને પરત દેશમાં લાવ્યા હતા. પાકિસ્તાન પાસેથી 1800 માછીમારોને છોડાવ્યા જ્યારે શ્રીલંકા પાસેથી 1350 માછીમારોને છોડાવ્યા હતા. કેરલની નર્સો ઈરાકમાં કામ કરતી હતી, ત્યારે તેઓ આતંકવાદીઓના સંકજામાં ફસાઈ ગઈ હતી, દુનિયાભરમાં સામ દંડ ભેદની નીતિ અપનાવીને તેમને બચાવી લીધી હતી. તે અમારૂ રાષ્ટ્રપ્રેમ અને અમારી માનવતા જ છે.


  મોદીએ વધાર જણાવતા લખ્યું કે, અમે ફાધર ટોમને બચાવવામાં અઢી વર્ષ સુધી તેમને શોધ્યા અને અઢી વર્ષ બાદ તેમને પાછા લાવ્યા જે અમારો રાષ્ટ્રપ્રેમ હતો. રાષ્ટ્ર ભક્તિને કારણે અને માનવજાત પ્રત્યે પ્રેમના કારણે આ બધુ સાર્થક કરી બતાવ્યું છે. આવનારા દિવસોમાં મોટુ મિશન ભારતે ઉપાડ્યું છે, જેમાં કૃપોષણ સામેની લડાઈ માટે 9 હજાર કરોડ રૂપિયાની લાગત સાથે કામ શરૂ કરવામાં આવ્યું છે. એક ઈન્દ્રધનુષ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જે હેઠળ ટીકાકરણ વગર રહી ગયેલા બાળકોને શોધી-શોધીને તેમનું ટીકાકરણ કરવામાં આવી રહ્યું છે.


  ઈવાન્કા ટ્રમ્પ હૈદરાબાજ આવ્યા હતા અને જ્યારે તેમને અમે કહ્યું કે, અમારા દેશમાં નોકરી કરનારી મહિલાને 26 અઠવાડિયાની(6 મહિનાની રજા) રજા આપીએ છીએ તો તેમની આંખો ફાટી ગઈ હતી. અમેરિકામાં પણ આટલી રજાઓ પણ આપવામાં આવતી નથી. આ નિર્ણય અમારી સરકારે આરોગ્યને નજર હેઠળ રાખીને કર્યો હતો.


  અંતે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું એવું તો નહી કહું કે, આ હોસ્પિટલ લોકોથી ઉભરાયેલી જ રહે પરંતુ અહીથી એવી ઉર્જા મળે અને ભારતના ગરીબના ગરીબને સારી એવી સારવાર અહીથી મળી રહે તેવી પ્રાર્થના કરૂ છું.

  First published:December 03, 2017, 19:19 pm