સપામાં હવે વિભાજનના અણસાર, વાંચો- છેલ્લા 24 કલાકમાં ક્યાં, શું થયું?

સપામાં હવે વિભાજનના અણસાર, વાંચો- છેલ્લા 24 કલાકમાં ક્યાં, શું થયું?
સમાજવાદી પાર્ટીમાં ડખો શાંત થવાનું નામ લેતો નથી. જે સ્થિતિ સર્જાઇ છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે, હવે સપાનું વિભાજન થયે જ છુટકો છે અને એના અણસાર પણ દેખાવા લાગ્યા છે. શિવપાલ યાદવે તમામ પદો પરથી રાજીનામું આપી દેતાં રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે.

 • Pradesh18
 • Last Updated:September 16, 2016, 09:29 am
 • Share this:
  નવી દિલ્હી #સમાજવાદી પાર્ટીમાં ડખો શાંત થવાનું નામ લેતો નથી. જે સ્થિતિ સર્જાઇ છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે, હવે સપાનું વિભાજન થયે જ છુટકો છે અને એના અણસાર પણ દેખાવા લાગ્યા છે. શિવપાલ યાદવે તમામ પદો પરથી રાજીનામું આપી દેતાં રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે.

  શિવપાલ અને રામગોપાલ યાદવના નિવેદન બાદ એવું લાગતું હતું કે હવે સમાજવાદી પાર્ટીમાં એકંદરે મામલો શમી જશે. પરંતુ એવું કંઇ થયું નહીં અને ગુરૂવારે આ રાજકીય સંકટ વધુ ઘેરાયું અને છેવટે મોડી રાતે મામલો શિવપાલ યાદવના રાજીનામાં સુધી પહોંચી ગયો.  છેલ્લા 24 કલાકમાં શું થયું? જાણો

  સવારે 9 વાગે- શિવપાલે કહ્યું-પાર્ટીમાં બધુ સારુ, મંત્રી મંડળમાં ચાલુ રહીશ

  સવારે 10 વાગે- રામગોપાલ બોલ્યા- અખિલેશને જાણ કર્યા વગર અધ્યક્ષ પદેથી હટાવવા એ ભૂલ

  સવારે 10-30 વાગે- રામગોપાલ અખિલેશ યાદવને મળ્યા, કહ્યું-પાર્ટીમાં કોઇ નારાજગી નથી

  બપોરે 1 વાગે- મુલાયમનું નિવેદન, શિવપાલ યાદવ ઉત્તરપ્રદેશના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે

  બપોરે 2 વાગે- શિવપાલ લખનૌ પહોંચ્યા, કહ્યું-મુલાયમ જે કહેશે એ મંજૂર છે

  બપોરે 2-30 વાગે- મુલાયમસિંહ યાદવ લખનૌ પહોંચ્યા

  સાંજે 6 વાગે- શિવપાલ યાદવે મુલાયમસિંહ સાથે મુલાકાત કરી

  સાંજે 7-30 વાગે- અખિલેશને મળ્યા શિવપાલ, માત્ર 10 મિનિટની મુલાકાત

  રાતે 9-30 કલાકે- મુલાયમસિંહને મળવા પહોંચ્યા અખિલેશ યાદવ

  રાતે 10-30 વાગે- શિવપાલે અખિલેશના મંત્રી મંડળ અને પાર્ટી પ્રદેશ અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું

  રાતે 10-40 વાગે- અખિલેશ અને મુલાયમે શિવપાલના રાજીનામા નામંજૂર કર્યા
  First published:September 16, 2016, 09:29 am