આયર્લેન્ડ અમેરિકા પ્રવાસ બાદ PM મોદી આવ્યા સ્વદેશ

Haresh Suthar | News18
Updated: September 30, 2015, 10:56 AM IST
આયર્લેન્ડ અમેરિકા પ્રવાસ બાદ PM મોદી આવ્યા સ્વદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયર્લેન્ડ અને અમેરિકાનો પોતાનો સાત દિવસનો પ્રવાસ સંપન્ન કરીને મંગળવારે મોડી રાતે સ્વદેશ પરત ફર્યા છે. દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતરતાં પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, એક એવી યાત્રા બાદ દિલ્હી આવ્યો છું જેના ઘણા સફળ પરિણામ અને ભારત માટે અનેક તકોનું સર્જન કર્યું છે. એરપોર્ટ પર એમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

  • News18
  • Last Updated: September 30, 2015, 10:56 AM IST
  • Share this:
નવી દિલ્હી # વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયર્લેન્ડ અને અમેરિકાનો પોતાનો સાત દિવસનો પ્રવાસ સંપન્ન કરીને મંગળવારે મોડી રાતે સ્વદેશ પરત ફર્યા છે. દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતરતાં પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, એક એવી યાત્રા બાદ દિલ્હી આવ્યો છું જેના ઘણા સફળ પરિણામ અને ભારત માટે અનેક તકોનું સર્જન કર્યું છે. એરપોર્ટ પર એમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

પીએમ મોદીએ ન્યૂયોર્કથી ભારત રવાના થતાં પહેલા ટ્વિટ કર્યું હતું કે, મારા અમેરિકાના પ્રવાસથી સંબંધોની ઉંડાઇ અને વિવિધતા બહાર આવી. આ દિવસોમાં ઘણું બધુ કવર કરાયું. તેમણે એક અન્ય ટ્વિટમાં અમેરિકા પ્રવાસ દરમિયાન થયેલી બેઠકો અંગે કહ્યું કે, મને ઘણા કાર્યક્રમોમાં હાજર રહેવાની તક મળી, જેમાંથી દરેકમાં કોઇને કોઇ સકારાત્મક પરિણામો દેખાયા છે જેનાથી ભારતને અચૂક લાભ થશે.

વડાપ્રધાને ટ્વિટ કર્યું કે, મેં સંયુક્ત રાષ્ટ્રમાં મુખ્ય વૈશ્વિક મુદ્દો પર પોતાના વિચાર રજુ કર્યા હતા અને મેં વૈશ્વિક સમુદાય સાથે ભારતના વિચારો વધુ મજબૂત બનશે. તેમણે કહ્યું કે, હું જ્યાં પણ ગયો ત્યાં પોતાના અને પ્રતિનિધિ મંડળના થયેલા શાનદાર સ્વાગત અને આતિથ્ય માટે અમેરિકી જનતાનો આભાર વ્યક્ત કરૂ છું.
First published: September 30, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading