Home /News /politics /

PM મોદી વિદેશ પ્રવાસ માટે રવાના, ઓબામા જોઇ રહ્યા છે મિત્રની રાહ

PM મોદી વિદેશ પ્રવાસ માટે રવાના, ઓબામા જોઇ રહ્યા છે મિત્રની રાહ

વડાપ્રધાન 6 વાગે વિદેશ યાત્રા પર જવા રવાના થયા છે. સાત દિવસની આ વિદેશ યાત્રામાં વડાપ્રધાન પહેલા આર્યલેન્ડ જશે અને બાદમાં અમેરિકા જશે.

વડાપ્રધાન 6 વાગે વિદેશ યાત્રા પર જવા રવાના થયા છે. સાત દિવસની આ વિદેશ યાત્રામાં વડાપ્રધાન પહેલા આર્યલેન્ડ જશે અને બાદમાં અમેરિકા જશે.

  • News18
  • Last Updated :
વોશિંગ્ટન # વડાપ્રધાન 6 વાગે વિદેશ યાત્રા પર જવા રવાના થયા છે. સાત દિવસની આ વિદેશ યાત્રામાં વડાપ્રધાન પહેલા આર્યલેન્ડ જશે અને બાદમાં અમેરિકા જશે.

અમેરિકાના વિદેશ મંત્રી જ્હોન કેરીએ મંગળવારે કહ્યું કે અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામા આગામી સપ્તાહે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે ઉત્સુક છે. મોદીની અમેરિકી યાત્રા પૂર્વે મંગળવારે બંને દેશો વચ્ચે મહત્વની ચર્ચા થઇ હતી. ચર્ચા માટે કેરી અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે જ્યારે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ કરશે.

ભારતીય વિદેશ મંત્રઈ સુષમા સ્વરાજે કહ્યું કે, આ મુલાકાતથી ભારત અને અમેરીકા વચ્ચેના સંબંધો મજબૂત બનશે. વ્યાપારી ધોરણે પણ આ મુલાકાત મહત્વની બની રહેશે.

જ્હોન કેરીએ કહ્યું હતું કે, બંને દેશોએ આગામી પાંચ વર્ષમાં એકબીજા સાથેના વેપારને પાંચ ગણો વધારી 500 અરબ ડોલર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મોદીની આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે આતંકવાદ, હિન્દ મહાસાગર, સમુદ્રી સુરક્ષા, દક્ષિણ એશિયાના પડકારો, પરમાણું અપ્રસાર અને જલવાયું પરિવર્તન સહિતના મુદ્દે ગંભીર ચર્ચા થશે.
First published:

Tags: અમેરિકા, નરેન્દ્ર મોદી, બરાક ઓબામા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन