ભારત અને UAE જોડાય તો 21મી સદી એશિયાની બને : PM મોદી

Haresh Suthar | News18
Updated: August 17, 2015, 1:01 PM IST
ભારત અને UAE જોડાય તો 21મી સદી એશિયાની બને : PM મોદી
બે દિવસીય સંયુક્ત અરબ અમીરાતના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસના બીજા દિવસે આજે મસદરમાં મોટા ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. જ્યાં તેમણે યૂએઇના વિકાસની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, 21મી સદીને એશિયાની સદી બનાવવી છે. જે માટે યૂએઇનો રોલ મહત્વનો છે. વધુમાં તેમણે ભારતમાં અપાર તકો પડેલી હોવાનો ઉલ્લેખ કરી ઉદ્યોગપતિઓએ ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.

બે દિવસીય સંયુક્ત અરબ અમીરાતના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસના બીજા દિવસે આજે મસદરમાં મોટા ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. જ્યાં તેમણે યૂએઇના વિકાસની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, 21મી સદીને એશિયાની સદી બનાવવી છે. જે માટે યૂએઇનો રોલ મહત્વનો છે. વધુમાં તેમણે ભારતમાં અપાર તકો પડેલી હોવાનો ઉલ્લેખ કરી ઉદ્યોગપતિઓએ ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.

  • News18
  • Last Updated: August 17, 2015, 1:01 PM IST
  • Share this:
મસદર # બે દિવસીય સંયુક્ત અરબ અમીરાતના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસના બીજા દિવસે આજે મસદરમાં મોટા ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. જ્યાં તેમણે યૂએઇના વિકાસની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, 21મી સદીને એશિયાની સદી બનાવવી છે. જે માટે યૂએઇનો રોલ મહત્વનો છે. વધુમાં તેમણે ભારતમાં અપાર તકો પડેલી હોવાનો ઉલ્લેખ કરી ઉદ્યોગપતિઓએ ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.

મોદીએ કહ્યું કે યૂએઇ વગર એશિયા અધુરૂ છે. અમે એશિયાનું ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છીએ છીએ. ભારતની તકો અને યૂએઇની શક્તિ બંને સાથે મળે તો આપણે યોજનાબધ્ધ રીતે આગળ વધી શકીએ એમ છીએ. વર્તમાન પડકારો અંગે મોદીએ કહ્યું કે, મુશ્કેલીઓ અમને વિરાસતમાં મળી છે. પરંતુ હું એનાથી ભાગતો નથી. કારણ કે હું સારા પાસાઓને સ્વીકારી લઉ અને મુશ્કેલીઓથી મોં ફેરવી લઉ એવું બની ના શકે.

ભારતમાં પૂર્ણ બહુમતીની સરકાર બની છે જેનાથી મહત્વપૂર્ણ નિણર્ય લેવામાં આસાની થઇ છે. પહેલીવાર રેલવેમાં 100 ટકા એફડીઆઇની યોજના છે. દેશમાં રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ઘણી તકો છે. અમે 50 મિલિયન ઓછી કિંમતના મકાન બનાવવા ઇચ્છીએ છીએ. 50 મિલિયનનો અર્થ છે કે એક નાનું રાજ્ય ઉભું કરવા જેવું. આ માટે અમારે ટેકનોલોજી, ઝડપ અને ગુણવત્તાવાળા બાંધકામની જરૂર છે. મોદીએ કહ્યું કે હું તમને ભારત આવવાનું આમંત્રણ આપું છું. ભારતમાં 1 ટ્રિલિયન ડોલરની ઉજળી તકો રહેલી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 21મી સદીને એશિયાની સદી તરીકે જોવામાં આવી રહી છે. પરંતુ શું નથી લાગતું કે યૂએઇ વગર એશિયાના વિકાસની કલ્પના શક્ય નથી. યૂએઇ કેન્દ્રમાં હોવું જોઇએ. ભારત અને યૂએઇ સાથે જોડાય તો 21મી સદી એશિયાની સદીની સંકલ્પના પૂર્ણ થઇ શકે એમ છે.

વધુમાં તેમણે ભારતમાં ઉદ્યોગ માટે અપાર તક હોવાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત વિકસની કેડીએ આગળ વધી રહ્યું છે. 34 વર્ષે અહીં ભારતના વડાપ્રધાન આવ્યા છે એ ખેદની બાબત છે. પરંતુ હું આ ખામી દુર કરવા આવ્યો છું અને આપને ભારત આવવા આમંત્રણ આપું છું.
First published: August 17, 2015, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading