Home /News /politics /

મોદીનો લાલુ પર વળતો પ્રહાર કહ્યું, શેતાનને આ સરનામું ક્યાંથી મળ્યું?

મોદીનો લાલુ પર વળતો પ્રહાર કહ્યું, શેતાનને આ સરનામું ક્યાંથી મળ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહાર ચૂંટણીમાં જુસ્સો લાવી દેતાં રેલી સંબોધી હતી. મુંગેર રેલીમાં લાલુ પ્રસાદ યાદવ અને નિતિશકુમાર સામે વળતો પ્રહાર કરતાં તેમણે બંને નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાષણ દરમિયાન મોદી લાલુને લઇને એકદમ સખ્ત દેખાયા હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
મુંગેરા # વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહાર ચૂંટણીમાં જુસ્સો લાવી દેતાં રેલી સંબોધી હતી. મુંગેર રેલીમાં લાલુ પ્રસાદ યાદવ અને નિતિશકુમાર સામે વળતો પ્રહાર કરતાં તેમણે બંને નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાષણ દરમિયાન મોદી લાલુને લઇને એકદમ સખ્ત દેખાયા હતા.

લાલુ સામે પ્રહારો કરતાં મોદીએ કહ્યું કે, અહીં એક નેતા ઘણું ખાઇ ગયા છે. લાલુજીએ યદુવંશનું અપમાન કર્યું છે. લાલુજી, ચૂંટણી આવે છે ને જાય છે, પરંતુ એ ના ભુલો કે યદુવંશના લોકોએ તમને સત્તા પર પહોંચાડ્યા હતા. આજે યદુવંશના લોકોને તેઓ કહી રહ્યા છે કે મારી અંદર શેતાન પ્રવેશી ગયો છે.

મોદીએ આગળ કહ્યું કે, બિહારના મારા ભાઇઓ, મારા મનમાં એક સવાલ ઉઠે છે કે, શેતાનને આ સરનામું ક્યાંથી મળ્યું? દુનિયામાં શેતાનને કોઇ સરનામું ન મળ્યું? આ એક જ જગ્યા મળી? તેમણે સંબંધીની જેમ શેતાનને પણ ઓળખી લીધો. શેતાને જેનું સરનામું શોધ્યું છે, એ સરનામે અમે ક્યારેય જોઇશું પણ નહીં. અત્યાર સુધી અમે વિચારતા હતા કે આપણી લડાઇ ઇન્સાનો સાથે છે, પરંતુ હવે ખબર પડી કે અમારી પાછળ તો શેતાન પડ્યો છે.

કોંગ્રેસ સામે હુમલો કરતાં મોદીએ કહ્યું કે, કોંગ્રેસની સામેથી આગળ આવવાની તાકાત હવે રહી નથી. તે પોતાના કોઇ નેતાના ગુણગાનનો હક ગુમાવી બેઠી છે. આ જનતા સમય આવે વીણી વીણીને જવાબ આપે છે. એ લોકસભાની ચૂંટણીમાં ખબર પડી ગઇ છે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन