Home /News /politics /

કોલસા કૌભાંડમાં મનમોહનસિંહને સુપ્રીમની રાહત

યુપીએ સરકારને વિવાદમાં લાવી દેનારા ચકચારી કોલસા કૌભાંડમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા, ભૂતપૂર્વ કોલસા સચિવ પી.સી. પારેખ તથા ત્રણ સામે નીચલી કોર્ટે ઇસ્યુ કરેલા સમન્સ સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.

જોકે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ વી ગોપાલ ગૌડા અને સી નાગાપ્પનની બેંચે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન અને કેન્દ્ર સરકારને આ કેસમાં ચાર સપ્તાહમાં જવાબ રજુ કરવા તાકીદ કરી છે. તો બીડી તરફ વડાપ્રધાન તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, મનમોહનસિંહ સામે સમન્સ ઇસ્યુ કરવાનો કોર્ટનો નિર્ણય ક્ષતિયુક્ત છે.

હિન્દાલકો સાથેના સંયુક્ત સાહસમાં તાલબીરા-2 કોલ બ્લોકની ફાળવણીના આ વિવાદીત મામલે મનમોહનસિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. મનમોહનસિંહ કોર્ટમાં હાજર નહોતા રહ્યા જોકે એમના પુત્રી હાજર રહ્યા હતા અને એમણે ન્યાયતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
First published:

આગામી સમાચાર