Home /News /politics /

PM મોદી 365 દિવસમાંથી 53 દિવસ વિદેશ પ્રવાસે, ખર્ચાયા રૂ.37 કરોડ

PM મોદી 365 દિવસમાંથી 53 દિવસ વિદેશ પ્રવાસે, ખર્ચાયા રૂ.37 કરોડ

વડાપ્રધાન દેશમાં ઓછું ને વિદેશમાં વધુ ફરતા હોવાની વિપક્ષ દ્વારા ટકોર કરવામાં આવી રહી છે તો બીજી તરફ આ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. વડાપ્રધાન મોદી દ્વારા છેલ્લા એક વર્ષમાં કરાયેલા વિદેશ પ્રવાસ પાછળ અંદાજે રૂ.37 કરોડ જેટલો ખર્ચ થયાનું સામે આવ્યું છે.

વડાપ્રધાન દેશમાં ઓછું ને વિદેશમાં વધુ ફરતા હોવાની વિપક્ષ દ્વારા ટકોર કરવામાં આવી રહી છે તો બીજી તરફ આ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. વડાપ્રધાન મોદી દ્વારા છેલ્લા એક વર્ષમાં કરાયેલા વિદેશ પ્રવાસ પાછળ અંદાજે રૂ.37 કરોડ જેટલો ખર્ચ થયાનું સામે આવ્યું છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # વડાપ્રધાન દેશમાં ઓછું ને વિદેશમાં વધુ ફરતા હોવાની વિપક્ષ દ્વારા ટકોર કરવામાં આવી રહી છે તો બીજી તરફ આ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. વડાપ્રધાન મોદી દ્વારા છેલ્લા એક વર્ષમાં કરાયેલા વિદેશ પ્રવાસ પાછળ અંદાજે રૂ.37 કરોડ જેટલો ખર્ચ થયાનું સામે આવ્યું છે.

કહેવાઇ રહ્યું છે કે, વડાપ્રધાનના વિદેશ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા સૌથી મોંઘુ સાબિત થયું છે. માહિતી અધિકાર અંતર્ગત માંગવામાં આવેલી વિગતોમાં આ માહિતી સામે આવી છે.

ભારતીય દૂતાવાસ પાસેથી મળેલી વિગતો મુજબ મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન એક વર્ષમાં રૂ.37.22 કરોડનો ખર્ચ થયો છે.

અંગ્રેજી અખબારમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ મુજબ આરટીઆઇ એક્ટ મુજબ નિવૃત્ત આર્મી ઓફિસર લોકેશ બત્રાએ વિવિધ દૂતાવાસને મોદીના ખર્ચ મામલે અરજી કરી માહિતી માંગી હતી. જેમાં મળેલી વિગતો મુજબ મોદીને ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જર્મની, ફિજી અને ચીનનો પ્રવાસ ખર્ચાળ રહ્યો છે તો સૌથી ઓછો ખર્ચ ભૂટાન પ્રવાસમાં થયો છે.

ઉપરાંત 39 લાખ રૂપિયા SPG માટે ભાડાં પર લેવાયેલી કાર માટે ખર્ચ કરાયો છો. જ્યારે રૂ.3 લાખ મોદીના પ્રવાસ વખતે પ્રસાર ભારતીના કવરેજ માટે થયો છે. જર્મનીમાં ભારતીય દૂતાવાસે વીવીઆઇપી લોકો માટે ભાડે લેવાયેલી એક હોટલ પાછળ રૂ.1.31 લાખ રૂપિયા પ્રતિદિનના હિસાબે ખર્ચ થયો હતો.

ચીનમાં મોદીની ટીમને હોટલમાં રોકાવા પાછળ રૂ.1.06 કરોડનો ખર્ચ થયો હતો. જ્યારે ભાડે લેવાયેલ ગાડીઓ પાછળ રૂ.60.88 લાખ ખર્ચ થયો હતો. એરક્રાફ્ટનો ખર્ચ રૂ.5.09 લાખ અને અધિકારીઓનો રોજનો ખર્ચ રૂ.9.80 લાખ હતો.

મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પાછળ રૂ.1.35 કરોડ ખર્ચ થયો હતો. અહીં મોદીને રહેવાનો ખર્ચ રૂ.19.35 લાખ થયો હતો. જ્યારે રૂ.28.55 લાખ સાંભળવા અને ટ્રાન્સલેશન ડિવાઇસ પાછળ ખર્ચ કરાયો હતો. અહીં નોંધનિય છે કે, મોદીએ 365 દિવસમાં કુલ 53 દિવસ વિદેશમાં ગાળ્યા છે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, પીએમ મોદી, મોદી ચીન પ્રવાસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन