પટણા: બિહારથી રાજ્યસભાનાં સાંસદ અને રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની દીકરી મીસા ભારત અને તેનાં પતિ શૈલેશ યાદવનાં દિલ્હી સ્થિત એક ફાર્મ હાઉસને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. EDની આ કાર્યવાહીની સાથે જ હવે બંનેની મુસ્કેલીઓ વધી ગઇ છે.
EDએ કોર્ટનાં આદેશ પર આ કાર્યવાહી કરી છે. મની લોન્ડ્રિંગનાં કેસમાં ઇડી હવે તેમની અન્ય સંપત્તિઓ પણ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી ચુક્યુ છે. આ પહેલાં કેન્દ્રિય તપાસ એન્જન્સીએ કહ્યું હતું કે, આ સંપત્તિ મીસા ભારતી અને તેનાં પતિ શૈલૈશ કુમારની છે. અને તે મેસર્સ મિશૈલ પૈકર્સ એન્ડ પ્રિન્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી દાખલ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેની તપાસમાં માલુમ પડ્યું કે, આ ફાર્મ હાઉસ 2008-09માં 1.2 કરોડ રૂપિયાનો ઉપયોગ કરીને ખરીદવામાં આવી હતી.
ED 8,000 કરોડ રૂપિયાનાં કથિત ગૂમ રકમ મામલાની માહિતી મેળવવા માટે આરજેડી સાંસદ મીસા ભારતી અને તેનાં પતિની તપાસ કરી રહી છે. જેમા નકલી કંપનીઓ અને દિલ્હીનાં બે કથિત એન્ટ્રી ઓપરેટર સુરેન્દ્ર જૈન અને વીરેન્દ્ર જૈનની સંડોવણી હોવાનું અનુમાન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર