Home /News /politics /

પપ્પૂ યાદવે એરહોસ્ટેસ સાથે કર્યું બેહૂદુ વર્તન, ચપ્પલથી મારવાની આપી ધમકી

પપ્પૂ યાદવે એરહોસ્ટેસ સાથે કર્યું બેહૂદુ વર્તન, ચપ્પલથી મારવાની આપી ધમકી

બિહારના સાંસદ પપ્પૂ યાદવે વધુ એક નવો વિવાદ ખડો કર્યો છે. પટના દિલ્હી જેટ એરવેઝની ફ્લાઇટમાં હાજર સિનિયર એર હોસ્ટેસ સાથે બેહૂદુ વર્તન કરી એને ચપ્પલથી મારવાની ધમકી આપ્યાનો વિવાદ પ્રકાશમાં આવ્યો છે. મામલો એટલી હદે ગરમાયો હતો કે ફ્લાઇટના કેપ્ટન સહગલને આ મુદ્દે દિલ્હી એર કંટ્રોલ રૂમને આની જાણકારી આપવી પડી હતી અને બીજા વિમાન કરતાં પહેલા લેન્ડિંગ કરવાની અપીલ કરવી પડી હતી. ફ્લાઇટે જેવું ઉતરાણ કર્યું કે તરત જ સુરક્ષા કર્મીઓને બોલાવવા પડ્યા હતા.

વધુ જુઓ ...
પટના # બિહારના સાંસદ પપ્પૂ યાદવે વધુ એક નવો વિવાદ ખડો કર્યો છે. પટના દિલ્હી જેટ એરવેઝની ફ્લાઇટમાં હાજર સિનિયર એર હોસ્ટેસ સાથે બેહૂદુ વર્તન કરી એને ચપ્પલથી મારવાની ધમકી આપ્યાનો વિવાદ પ્રકાશમાં આવ્યો છે. મામલો એટલી હદે ગરમાયો હતો કે ફ્લાઇટના કેપ્ટન સહગલને આ મુદ્દે દિલ્હી એર કંટ્રોલ રૂમને આની જાણકારી આપવી પડી હતી અને બીજા વિમાન કરતાં પહેલા લેન્ડિંગ કરવાની અપીલ કરવી પડી હતી. ફ્લાઇટે જેવું ઉતરાણ કર્યું કે તરત જ સુરક્ષા કર્મીઓને બોલાવવા પડ્યા હતા.

એર હોસ્ટેસના જણાવ્યા અનુસાર આ મામલાની શરૂઆત બોર્ડિંગ સમયે જ શરૂ થઇ હતી કે પપ્પૂ યાદવ પોતાના સહયોગી સાથે સૌથી છેલ્લે ફ્લાઇટમાં દાખલ થયા. એમને 1-એ સીટ મળી હતી જ્યારે એર હોસ્ટેસે પપ્પૂ યાદવને પોતાની સીટ અપરાઇટ રાખવા તથા મોબાઇલ ફોન બંધ રાખવા માટે અપીલ કરી તો તેમણે કહ્યું કે તે એમપી છે. વારંવાર કહેવા છતાં તે માનવા જ તૈયાર ન હતા.

જ્યારે લંચ પિરસવામાં આવ્યું તો પગ પાસે રાખેલો આઇસક્રિમ એમણે પોતાની બેગ પર ઢોળી દીધો, પપ્પૂ યાદવે એર હોસ્ટેસને બોલાવી સાફ કરવા કહ્યુ, એર હોસ્ટેસે ના પાડી તો તે ગુસ્સામાં રાતાપીળા થઇ ગયા અને ચપ્પલથી મારવાની ધમકી આપી. પછી એર હોસ્ટેસની પણ ધીરજ ખૂટી જતાં તે રોવા લાગી અને કેપ્ટને આ અંગે ફરીયાદ કરી. આ સમગ્ર ઘટના અંગે એર હોસ્ટેસે લેખિતમાં
રજુઆત કરી છે. ફ્લાઇટ ઉતરાણ વખતે પણ પપ્પૂ યાદવ બખાડો કરતા રહ્યા તો કેપ્ટન સહગલે સુરક્ષાકર્મીઓને એમને બહાર લઇ જવા કહેવું પડ્યું હતું.

તો બીજી તરફ પપ્પૂ યાદવે આ ઘટનાક્રમને ખોટો બતાવ્યો હતો અને કહ્યું હતું કે એર હોસ્ટેસને બિઝનેસ ક્લાસમાં અન્ય ચાર મુસાફરો સાથે પણ બબાલ થઇ હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, જો આમ જ હતું તો પછી પોલીસ ફરિયાદ કેમ નથી કરાઇ.
First published:

Tags: એર હોસ્ટેસ, ખરાબ વર્તન, જેટ એરવેઝ

આગામી સમાચાર