Home /News /politics /

પપ્પૂનો પડકાર : લાલુ-નિતિશ સરકારમાં દલિતની પુત્રી 10મું ભણી હોય તો રાજકારણ છોડી દઇશ

પપ્પૂનો પડકાર : લાલુ-નિતિશ સરકારમાં દલિતની પુત્રી 10મું ભણી હોય તો રાજકારણ છોડી દઇશ

બિહાર ચૂંટણીમાં જેમ જેમ ત્રીજા તબક્કાના મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકારણમાં ભારે ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં નેતાઓ ગંભીર અને ચોંકાવનારા નિવેદનો કરી રહ્યા છે. એક સમયના લાલુના અંગત ગણાતા પપ્પૂ યાદવે આજકાલ લાલુ સામે મોરચો ખોલી દીધો છે. લાલુ નિતિશને પડકાર ફેંકયો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
પટના # બિહાર ચૂંટણીમાં જેમ જેમ ત્રીજા તબક્કાના મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકારણમાં ભારે ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં નેતાઓ ગંભીર અને ચોંકાવનારા નિવેદનો કરી રહ્યા છે. એક સમયે લાલુના અંગત એવા પપ્પૂ યાદવે આજકાલ લાલુ સામે મોરચો ખોલી દીધો છે. લાલુ નિતિશને પડકાર ફેંકયો છે.

તેમણે કહ્યું કે, જો લાલુ અને નિતિશની સરકારમાં કોઇ મહા દલિતની પુત્રી ઇન્ટર સુધી ભણી હોય તો હું રાજકારણ છોડી દઇશ.

જનાધિકાર પાર્ટીના સંયોજક અને સાંસદ પપ્પૂ યાદવે નાલંદા વિધાનસભા વિસ્તારના ઉમેદવાર દિલીપ ચૌધરી, અસ્થાવા વિધાનસભા વિસ્તારના ઉમેદવાર પ્રમોદ નારાયણ અને બિહાર શરીફ વિધાનસભા વિસ્તારના ઉમેદવાર આફરીન સુલ્તાનાના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરતાં આ કહ્યું હતું.

અહીં નોંધનિય છે કે, આ પહેલા પપ્પૂ યાદવ મોટા ભાઇ લાલુ પ્રસાદ અને નાના ભાઇ નિતિશકુમારને જાહેરમાં ચર્ચા કરવાનો પણ પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ બંને સાથે વડાપ્રધાન ચર્ચા કરશે કે કેમ એ ખબર નથી પરંતુ આ બંને ભાઇઓ સાથે હું ચર્ચા કરવા તૈયાર છું. એમની પાસે માત્રને માત્ર અમીરી ગરીબી જાતિ વર્ગ વિગ્રહ, શરાબ અને પૈસા જ છે.
First published:

Tags: નિતિશ કુમાર, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन