Home /News /politics /

પાકની નવી ચાલ : ભારત વિરૂધ્ધ ઓબામાને આપશે પુરાવા

પાકની નવી ચાલ : ભારત વિરૂધ્ધ ઓબામાને આપશે પુરાવા

પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ પોતાની અમેરિકા યાત્રા દરમિયાન યૂએસના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારત પાકિસ્તાન વચ્ચેની રદ થયેલી શાંતિ વાર્તાનો મુદ્દો ઉઠાવશે. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજે કહ્યું કે આગામી સપ્તાહે પાકિસ્તાન વડાપ્રધાન નવાજ શરીફ અમેરિકાની યાત્રાએ જવાના છે અને તેઓ ઓબામા સાથએ મુલાકાત કરશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ પોતાની અમેરિકા યાત્રા દરમિયાન યૂએસના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારત પાકિસ્તાન વચ્ચેની રદ થયેલી શાંતિ વાર્તાનો મુદ્દો ઉઠાવશે. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજે કહ્યું કે આગામી સપ્તાહે પાકિસ્તાન વડાપ્રધાન નવાજ શરીફ અમેરિકાની યાત્રાએ જવાના છે અને તેઓ ઓબામા સાથે મુલાકાત કરશે.

નવાજ શરીફ 22 ઓક્ટોબરે યૂએસના રાષ્ટ્રપતિ ઓબામા સાથે મુલાકાત કરવાના છે. સરતાજ અજીજે ભારત સાથેના સંબંધો તરફ ઇશારો કરતાં કહ્યું કે, આ મુલાકાત દરમિયાન પાકિસ્તાન અમેરિકાને ભારત વિરૂધ્ધના કેટલાક પુરાવા પણ આપી શકે એમ છે. પાકિસ્તાને ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી રો સામે પાકિસ્તાનમાં આતંકીઓને મદદ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. અહીં નોંધનિય છે કે, ઓગસ્ટ માસમાં ભારત-પાકિસ્તાન વચ્ચે એનએસએ કક્ષાની વાતચીત થવાની હતી જે પાકિસ્તાને રદ કરી હતી.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર રિચર્ડ વર્માએ કહ્યું કે, પાકિસ્તાનની અમેરિકા સાથે આ મહત્વપૂર્ણ મુલાકાત છે. જેમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર વાતચીત થઇ શકે એમ છે. જોકે હાલ આ મુદ્દે કશું કહી શકાય નહી.
First published:

Tags: અમેરિકા, આતંકવાદ, જમ્મુ કાશ્મીર, નવાજ શરીફ, પાકિસ્તાન, બરાક ઓબામા, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन