પાક મીડિયાએ પણ PM મોદીના વખાણ કર્યા, નવાજની કરી ટીકા

Haresh Suthar | News18
Updated: October 1, 2015, 10:22 AM IST
પાક મીડિયાએ પણ PM મોદીના વખાણ કર્યા, નવાજની કરી ટીકા
અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી વાહ વાહ થતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. એમાંય ત્યાં હાજર પાક વડાપ્રધાન નવાજ તો કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિમાં મુકાયા હતા. એવામાં પત્રકારો સવાલ કરતાં ટાળી દેવા ખાતર જવાબ આપ્યો હતો.

  • News18
  • Last Updated: October 1, 2015, 10:22 AM IST
  • Share this:
નવી દિલ્હી # અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી વાહ વાહ થતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. એમાંય ત્યાં હાજર પાક વડાપ્રધાન નવાજ તો કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિમાં મુકાયા હતા. એવામાં પત્રકારો સવાલ કરતાં ટાળી દેવા ખાતર જવાબ આપ્યો હતો.

પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બિઝનેશ ટાયકૂનો સાથેની મુલાકાત સામે નિશાન તાક્યું છે. વાસ્તવમાં પત્રકારો દ્વારા નવાજ શરીફને સવાલ પુછાયો હતો કે, પીએમ મોદી અમેરિકામાં મોટા બિઝનેશમેન સાથે મુલાકાત કરી રહ્યા છે, જ્યારે તમે ગ્રોસરી સ્ટોરની મુલાકાત લઇ રહ્યા છો.

આ સવાલના જવાબમાં નવાજ શરીફે કહ્યું કે, તમે જેની વાત કરી રહ્યા છો એ લોકોને એટલા મળે છે કે યૂએનમાં સ્પીચ પણ ન આપી શકત. નવાજે કહ્યું કે, તે જે કામથી આવ્યા છે એને પુરી જવાબદારીથી નિભાવી રહ્યા છે.

અહીં નોંધનિય છે કે, પાકિસ્તાની મીડિયામાં પણ નવાજ શરીફની ઘણી ટીકા થઇ હતી. પાક મીડિયાએ મોદીના અમેરિકામાં બિઝનેશ ટાયકૂનો સાથેની મુલાકાતના વખાણ કરવામાં આવ્યા જ્યારે નવાજની ટીકા કરવામાં આવી. સાથોસાથ સવાલ પણ ઉઠાવ્યો કે, નવાજ મોટા કાફલા સાથે અમેરિકા ગયા હતા અને ત્યાં મોંઘી હોટલમાં રોકાયા હતા જ્યાંનો એક દિવસનો ખર્ચ લાખો રૂપિયામાં આવે છે.
First published: October 1, 2015, 10:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading