Home /News /politics /પાકિસ્તાની અખબારનો દાવો, ભારતમાં ખતરામાં છે આઝાદી

પાકિસ્તાની અખબારનો દાવો, ભારતમાં ખતરામાં છે આઝાદી

પાકિસ્તાનના એક અગ્રણી અખબારો અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે કે, ભારતમાં કટ્ટરપંથીઓ પ્રભાવ વધતાં નુકશાનકારક થઇ શકે છે. અખબારે આને ખતરાની ઘંટડી વાગી રહી હોવાનુ તેમજ ભારતે બદલતા આ માહોલ માટે પોતાની પ્રતિબધ્ધતા સ્પષ્ટ કરવાની જરૂર હોવાનું પણ કહ્યું છે.

પાકિસ્તાનના એક અગ્રણી અખબારો અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે કે, ભારતમાં કટ્ટરપંથીઓ પ્રભાવ વધતાં નુકશાનકારક થઇ શકે છે. અખબારે આને ખતરાની ઘંટડી વાગી રહી હોવાનુ તેમજ ભારતે બદલતા આ માહોલ માટે પોતાની પ્રતિબધ્ધતા સ્પષ્ટ કરવાની જરૂર હોવાનું પણ કહ્યું છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ઇસ્લામાબાદ # પાકિસ્તાનના એક અગ્રણી અખબારો અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે કે, ભારતમાં કટ્ટરપંથીઓ પ્રભાવ વધતાં નુકશાનકારક થઇ શકે છે. અખબારે આને ખતરાની ઘંટડી વાગી રહી હોવાનુ તેમજ ભારતે બદલતા આ માહોલ માટે પોતાની પ્રતિબધ્ધતા સ્પષ્ટ કરવાની જરૂર હોવાનું પણ કહ્યું છે.

ડોનના ઇન્ટોલરન્સ ઇન ઇન્ડિયા શીર્ષકથી પ્રસિધ્ધ થયેલા તંત્રી લેખમાં કહેવાયું છે કે, ભારતમાં આઝાદી ખતરામાં છે અને દેશમાં સાચા વિચારવાળા નાગરિકો દક્ષિણપંથી હિંસા અને દમન વિરૂધ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. અખબારે કહ્યું કે, આ ચેતાવણીનું વાસ્તવિક કારણ છે. એમાં કેટલાક પાકિસ્તાનથી પણ સંબંધિત છે.

અખબારે મુંબઇમાં તાજેતરમાં પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલીના કાર્યક્રમને રદ કરવાના અને પાકિસ્તાની પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસૂરીના પુસ્તકના વિમોચનના વિરોધમાં એક વરિષ્ઠ પત્રકાર સુધીન્દ્ર કુલકર્ણીના ચહેરા પર કાળી શાહી ફેંકવાના મામલાનો પણ ઉલ્લેખ કરાયો છે.

અખબારે લખ્યું છે કે, દિલ્હીમાં ગૌમાંસ ખાવાની અફવાને પગલે એક મુસલમાનની હત્યાના મામલાના ન માત્ર ભારતમાં જ પરંતુ વિશ્વમાં પડઘા પડ્યા છે. ધાર્મિક પ્રેરિત ઉગ્રવાદમાં વધારો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંઘીય સરકારના ઢીલા વલણને પગલે ભારતમાં જીવંત નાગરિક સમાજ પાછળ ધકેલાઇ રહ્યો છે.

સમાજમાં વધતી અસિહષ્ણુતા અને સાંપ્રદાયિકતાના વિરોધમાં 40 થી વધુ બુધ્ધિજીવીઓ અને લેખકોએ સાહિત્ય પુરસ્કાર પણ પરત કર્યા છે. અખબારે લખ્યું છે કે, પાકિસ્તાની અનુભવે આ વાતને સ્પષ્ટ કર્યું છે કે, અસહિષ્ણુતા અને ચરમપંથી રાષ્ટ્રીય કક્ષાએ થાય છે, અસ્થિરતા સ્પષ્ટ દેખાઇ રહી છે.
First published:

Tags: અખબાર, આઝાદી, ડોન, પાકિસ્તાન, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन