Home /News /politics /OPINION | 'આકાઓ'ને ખુશ કરવાનાં ચક્કરમાં ફરજ ભૂલ્યા વજુભાઈ વાળા

OPINION | 'આકાઓ'ને ખુશ કરવાનાં ચક્કરમાં ફરજ ભૂલ્યા વજુભાઈ વાળા

રાજ્યપાલનાં પદ ગ્રહણ કરતાં સમયે તેમણે શપથ લીધી  હતી કે તે ફક્ત અને ફક્ત ભારતનાં સંવિધાનનું પાલન કરશે

રાજ્યપાલનાં પદ ગ્રહણ કરતાં સમયે તેમણે શપથ લીધી  હતી કે તે ફક્ત અને ફક્ત ભારતનાં સંવિધાનનું પાલન કરશે

  કેટીએસ તુલસી

  બેંગલુરુ: કર્ણાટકમાં 15મેનાં રોજ પરિણામની જાહેરાત થયા બાદ રાજકીય ડ્રામા શરૂ થઇ ગયો જે બાદ બે વાત સ્પષ્ટ થઇ ગઇ- પહેલી કે લોકતંત્રમાં નંબર જ સૌથી  વધુ મહત્વપૂર્ણ છે અને બીજુ કે આપણી સંસ્થાઓ પર કોઇ કેટલાંયે હુમલા કેમ ન કરે આપણી સંસ્થાઓ જડબાતોડ જવાબ આપવામાં પાછળ નથી હટતી. આ લોકતંત્રની સૌથી મોટી જીત છે જે સુપ્રીમ કોર્ટનાં દખલથી સંભવ થયુ છે.

  લોકતંત્રની આ જીતનો શ્રેય કર્ણાટકની જનતા, ન્યાય પાલિકા અને સુપ્રીમ કોર્ટને જાય છે. સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ એકે સીકરી, જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ અશોક ભૂષણે અડધી રાત્રે સુનાવણી કરી અને ન્યાયપાલિકા પર દેશને વિશ્વાસ કાયમ રહે તેવો નિર્ણય સંભળાવ્યો.

  આ આખી ઘટનામાં રાજ્યપાલ વજુભાઇવાળઆની ભૂમિકા નિંદનીય હતી. તેમણે ચૂંટણી બાદ સરકાર બનાવવામાં રાજ્યપાલની ભૂમિકાથી જોડાયેલા બંધારણીયમાનદંડો અને સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા માનકોં પર સીધો હુમલો કર્યો.

  વર્ષ 2006માં રામેશ્વર પ્રસાદ વર્સેસ યૂનિયન ઓફ ઇન્ડિયાનાં મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે સ્પષ્ટ કહ્યું હતું કે, જો કોઇ રાજકીય પાર્ટી અન્ય પાર્ટીનાં  ધારાસભ્યોનું સમર્થન કરી સરકાર બનાવવાનો દાવો કરે છે અને બહુમત લઇને રાજ્યપાલને સંતુષ્ટ કરે છે તો રાજ્યપાલ તે પાર્ટીને સરકાર બનાવતા રોકી શકે નહીં. રાજ્યપાલ તેમની અંગત રાયનાં આધાર પર આ નિર્ણય કરી શકે નહીં કે પાર્ટીએ ખોટી રીતે બહુમત હાંસેલ કર્યો છે.

  સુપ્રીમ કોર્ટે તેમ પણ કહ્યું કે, રાજ્ય  પાસે તે અધિકાર નથી કે બહુમતનો દાવો કરનારી કોઇ પાર્ટીને સરકાર બનાવવાનું આમંત્રણ આપવાથી ઇન્કાર કરી દે. અસલમાં આ અધિકાર બહુમતથી લોકતાંત્રિક સિદ્ધાંતો વિરુદ્ધ છે.

  જે લોકો કર્ણાટકમાં સરકાર બનાવવાને લઇને રાજ્યપાલનાં નિર્ણયનું સમર્થન કરી રહ્યાં છે અને જેમણે રાજ્યપાલને આ નિર્ણય લેવા મજબૂર કર્યા તેમનો દાવો છે કે,  રાજ્યપાલ તેમનાં વિવેકને આધારે નિર્ણય કરી શકે છે તેમણે કોઇ પાર્ટીને સરકાર બનાવવા આમંત્રણ આપવાનું છે આ દાવો તદ્દન ખોટો છે. રામેશ્વર પ્રસાદ કેસમાં  સુપ્રીમ કોર્ટે તેમ કહ્યું હતું કે, રાજ્યપાલ આમ ન કરી શકે.

  બંધારણ હેઠળ રાજ્યપાલની ડ્યુટી છે કે તે એક પોપ્યુલર સરકાર બનાવવાની દિશામાં પ્રયાસ કરે. અહીં પોપ્યુલર સરકારનો અર્થ છે એવી સરકાર જેની પાસે બહુમત હોય. તે સરકારને જનમત પણ રિફલેક્ટ કરતો હોય.

  જો રાજ્યપાલ આવી સ્થિતિમાં હોય તો જેમાં કોઇ પાર્ટીને બહુમતનો દાવો કરવાની તક આફવામાં નથી આવતી તે સદન ભંગ કરવાનો સુઝાવ આપે છે. તો તેમનો આ  હસ્તક્ષેપ સંપૂર્ણ રીતે અબંધારણીયઅને ગેરકાયદેસર માનવામાં આવશે. સંવિધાનનાં પ્રાવધાનોને રાજ્યપાલ તેમની માન્યતા અને અનુભવનાં આધાર પર વ્યાખ્યા કરી શકે નહીં.

  કર્ણાટક એક એવું જ ઉદહારણ છે. જેમાં રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપ્યુ છે. એટલુ જ નહીં ભાજપને સદનમાં તેમનો બહુમત સાબિત કરવા માટે  તેમણે 15 દિવસ એટલે કે અડધઆ મહિનાનો સમય આપ્યો. આ મામલે સપષ્ટ થાય છે કે બહુમતવાળા ગઠબંધનમાં સરકાર બનાવતા રોકવાનો આ પ્રાયસ હતો. જે સંપૂર્ણ રીતે અબંધારણીય હતો.

  તેમનાં 'આકાઓ'ને ખુશ કરવાના પ્રયાસમાં કર્ણાટકનાં રાજ્યપાલ વજુભઆઇ વાળા તેમની ડ્યૂટી ભૂલી ગયા. રાજ્યપાલનાં પદ ગ્રહણ કરતાં સમયે તેમણે શપથ લીધી  હતી કે તે ફક્ત અને ફક્ત ભારતનાં સંવિધાનનું પાલન કરશે.

  રાજ્યપાલનો નિર્ણ ભ્રષ્ટાચારને વેગ આપનારો

  તે સ્પષ્ટ છે કે, કોંગ્રેસ-જેડીએસનાં 115 ધારાસભ્ય વાળા ગઠબંધનની સરખામણીએ 104 ધઆરાસભ્યવાળી ભાજપને બોલાવીને ભાજપે હોર્સ ટ્રેડિંગ અને ધારાસભ્યોને  ખરીદવાનો તક મળત. આ ઉફરાંત કોઇ અન્ય રસ્તો ન હતો જેનાંથી ભાજપ કર્ણાટક વિધાનસભામાં તેમનો બહુમત સાબિત કરી શકત. તેમ છતા રાજ્યપાલે ભાજપનાં  બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ અને બીજા જ દિવસે તેમનાં શપથગ્રહણ પણ કરાવ્યાં.

  કર્ણાટકમાં જે પરિસ્થિતિ બની તે જોઇ સુપ્રીમકોર્ટમાં રાત્રે બે વાગ્યે સુનાવણી થઇ. કોર્ટે પારદર્શી ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો અને યેદિયુરપ્પાને શક્તિ પરીક્ષાનાં થોડા મિનિટ પહેલાં જ રાજીનામું આપવું પડ્યું.

  સુપ્રીમ કોર્ટે આ મામલે દખલ કર્યુ. તુરંત જ ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો અને સીક્રેટ બેલેટથી ફ્લોર ટેસ્ટ કરવા પર રોક લગાવવામાં આવી. કોર્ટે ફ્લોર ટેસ્ટનું લાઇવ ટેલિકાસ્ટ કરવાનો આદેશ આપ્યો જેથી કોઇ ગડબડ ન થઇ શકે. જેનું પરિણામ સૌની સામે છે.

  (કેટીએસ તુલસી સુપ્રીમ કોર્ટમાં સીનિયર એડવોકેટ છે આ તેમનો અંગત મત છે.)
  Published by:Margi Pandya
  First published:

  Tags: Supreme Court, Vajubhai Vala, કર્ણાટક

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन