બીજેપી અધ્યક્ષ અમિત શાહે લો કમીશનને ચિઠ્ઠી લખીને દેશભરમાં એક સાથે લોકસભા અને વિધાનસભા ઈલેક્શન કરવાનું સમર્થન કર્યું. અમિત શાહે તર્ક આપ્યો કે એક સાથે ઈલેક્શન કરાવવાથી ખર્ચ ઓછો કરી શકાશે.
બીજેપી અધ્યક્ષનું તર્ક જોતા લાગે છે કે, તેમની વાત સો ટકા સાચી છે. લગભગ બધા તે વાતને માને પણ છે કે, લોકસભા અને વિધાનસભા ઈલેક્શન અલગ-અલગ સમયે થવાના કારણે ખર્ચ પણ વધારે થયા છે અને સરકાર સારી રીતે મોટા પ્રમાણમાં કોઈ પોલીસી નિર્ણય પણ લઈ શકતી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા પણ આવી રીતની એક વકાલત કરી ચૂક્યા છે. જો કે, હવે લો કમીશનને અમિત શાહ તરફથી આપવામાં આવેલ સલાહ ફરીથી ચર્ચામાં છે. ચર્ચા તે વાતની શરૂ થઈ ગઈ છે કે શું બીજેપી લોકસભાની સાથે વિધાનસભાનું ઈલેક્શન પણ ઈચ્છી રહી છે. અથવા આવનાર વર્ષે લોકસભા ઈલેક્શન 2019ની સાથે ઓછામાં ઓછા 11 રાજ્યોમાં વિધાનસભા ઈલેક્શન કરાવવા પર વિચાર થઈ રહ્યો છે.
તેવા પણ સમાચાર આવી રહ્યાં છે કે, 11 રાજ્યોમાં લોકસભા ઈલેક્શન કરાવવા પર વિચાર થઈ રહ્યો છે. આવનાર વર્ષે લોકસભા ઈલેક્શન સાથે જ આંધ્ર પ્રદેશ, તેલંગાના અને ઓડીશામાં વિધાનસભાનું ઈલેક્શન થવાનું છે. 2019માં જ લોકસભા ઈલેક્શન પછી મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ત્રણેય રાજ્યોમાં બીજેપીની સરકાર છે. તેથી, જો બીજેપી ઈચ્છે તો આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લોકસભાની ચૂંટણીઓ સાથે કરાવી શકાય છે. તે ઉપરાંત 2020 જાન્યુઆરીમાં દિલ્હીની વિધાનસભા ચૂંટણી થવાની છે. તે ઉપરાંત 2020 જાન્યુઆરીમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કરાવવામાં આવે તો પછી સાત રાજ્યોમાં લોકસભા સાથે ચૂંટણીઓ યોજી શકાય છે.
પરંતુ, ચર્ચા મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસથાન અને મિઝોરમમાં આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં થનાર વિધાનસભા ઈલેક્શનને આગળ ધકેલવાને લઈને છે. સૂત્રો અનુસાર, આ દિશામાં પણ સહમતિ બનવાની કોશિષ થઈ શકે છે. આ પરિસ્થિતિમાં ચારેય રાજ્યોમાં વિધાનસભાનું કાર્યકાળ સંવિધાન સંશોધન દ્વારા વધારવામાં આવી શકે છે અથવા ચારેય રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગું કરીને આવતા વર્ષો લોકસભા સાથે ઈલેક્શન કરાવી લેવામાં આવે. આ બંને વિકલ્પો માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે અને તે માટે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓની પણ સહમતિ લેવી જરૂરી છે.
પરંતુ આવું થવું સરળ થશે નહી કારણ કે, બધી પાર્ટીઓ બીજેપી સાથે આવવા માટે તૈયાર નથી. તેમને એવું લાગી રહ્યું છે કે, એક સાથે વિધાનસભાની ચૂંટણી થવાથી બીજેપીને વધારે ફાયદો થશે. કેટલીક ક્ષેત્રીય પાર્ટીઓને પણ આ મુદ્દા પર પોતાનું અસ્તિત્વ ખત્મ થવાની શક્યાતાઓ જોઈ રહી છે.
બીજી તરફ, બીજેપીને લાગે છે કે, એક સાથે ચૂંટણીઓ થવાથી રાષ્ટ્રીય મુદ્દાઓ અને મોટા ચહેરાઓના દમ પર ચૂંટણી જીતવી સરળ રહેશે. જો 2019ની વાત કરીએ તો એક સાથે 11 રાજ્યોમાં વિધાનસભા ઈલેક્શન થવાના કારણે બીજેપીને મોદીના નામ અને ચહેરાથી ફાયદો થશે. તેથી આવી રીતની અટકળો લગાવવામાં આવી રહી છે કે, બીજેપી આગામી વર્ષ 11 રાજ્યોમાં ચૂંટણી ઈચ્છે છે. જો કે, બીજેપીએ હાલમાં આવી અટકળોને ફગાવી દીધી છે.
તો ચૂંટણી પંચ તરફથી મળી રહેલા સંકેતોથી લાગી રહ્યું નથી કે, એક દેશ એક ચૂંટણીનું સ્વપ્ન ઝડપી પુરૂ થશે. મુખ્ય ચૂંટણી પંચ ઓપી રાવતે ન્યૂઝ 18 સાથે વાતચીતમાં વન નેશન, વન ઈલેક્શન પર હાલમાં અસમર્થતા વ્યક્ત કરી હતી.
તેમને કહ્યું, 2019માં લોકસભા ઈલેક્શન સાથે જ 11 રાજ્યોના વિધાનસભા ઈલેક્શન કરાવવા માટે અમારી પાસે પર્યાપ્ત વીવીપેટ મશીન નથી. જો આવી કોશિષ કરવામાં આવે છે તો, તેના માટે નવી વીવીપેટ મશીનનો ઓર્ડર આપવો પડશે અને તે માટે આને લઈને એક અથવા બે મહિનામાં નિર્ણય લેવો પડે.
જ્યારે ચૂંટણી પંચના કાયદાકીય સલાહકાર એસકે મંન્દીરત્તાએ News18ને આપેલા ઈન્ટરવ્યુંમાં વીવીપેટ મશીનની અછત તરફ ઈશારો કર્યો છે. મેંદીરત્તાએ કહ્યું, ઈવીએમ એ્ને વીવીપેટ મશીનની હાલમાં સંખ્યા જોતા એવું લાગી રહ્યું નથી કે, દેશભરમાં એક સાથે ચૂંટણી કરાવી શકાય નહી. આ માટે જરૂરી મશીન ખરીદવા માટે આયોગને ઓછામાં ઓછા ત્રણ વર્ષ લાગશે.
જો કે, આ બધી ચર્ચાઓ વચ્ચે લો કમીશન આ વિશે પોતાની રિપોર્ટ આપવાનું છે. સૂત્રો અનુસાર, લો કમીશનના વર્તમાન ચેરમેન બી.એસ ચૌહાણ ઓગસ્ટ મહિનાના અંતમાં રિટાયર્ડ થઈ રહ્યાં છે. આનાથી પહેલા ચૂંટણી પંચ તરફથી રિપોર્ટ આપવાની શક્યતા છે. લોકસભા અને વિધાનસભા ઈલેક્શન એક સાથે કરાવવાને લઈને લો કમીશને એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ હેઠળ બે તબક્કાઓમાં ચૂંટણી કરાવવાના પણ સૂચનો હતા. પહેલા તબક્કામાં 2019માં જ્યારે બીજા તબક્કામાં 2024માં લોકસભા ચૂંટણી સાથે જ વિધાનસભાની ચૂંટણી કરાવવાનું સૂચન આપવામાં આવ્યું હતું.
સૂત્રો અનુસાર, પહેલા તબક્કામાં તે વિધાનસભાઓ સામેલ કરવામાં આવી, જેમનું કાર્યકાળ 2021માં પૂરો થઈ રહ્યો છે. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, અસમ, બિહાર, મહારાષ્ટ્ર સામેલ છે. જ્યારે બીજી તરફ અંતિમ ચરણમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, દિલ્હી અને પંજાબ છે.
જોકે હાલમાં લો કમીશનની તરફથી સરકારને રિપોર્ટ સૌંપ્યા પછી જ આના પર વ્યાપક ચર્ચા થશે. જોકે, 2019માં આવી રીતની સંભાવનાઓ જોઈ શકાતી નથી. થઈ શકે છે કે બીજેપી 2019માં આંધ્ર, તેલંગાના અને ઓડીશા સાથે પોતાના ત્રણ રાજ્ય મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં લોકસભા સાથે વિધાનસભાની ચૂંટણી કરાવવાની તૈયારી કરી લે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર