આતંકવાદ મુદ્દે NSA ડોભાલની પાકિસ્તાનને સખત ચેતાવણી

Haresh Suthar | News18
Updated: October 28, 2015, 11:42 AM IST
આતંકવાદ મુદ્દે NSA ડોભાલની પાકિસ્તાનને સખત ચેતાવણી
જેહાદી આતંકવાદને દક્ષિણ એશિયા માટે મોટો ખતરો ગણાવતાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસએ અજીત ડોભાલે પાકિસ્તાનને ગુપ્ત ગતિવિધિઓ બંધ કરી દેવાની ચેતાવણી આપતાં કહ્યું કે, પાડોશી દેશ તરીકે આ અવ્યવહારૂ પગલું છે.

  • News18
  • Last Updated: October 28, 2015, 11:42 AM IST
  • Share this:
નવી દિલ્હી # જેહાદી આતંકવાદને દક્ષિણ એશિયા માટે મોટો ખતરો ગણાવતાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસએ અજીત ડોભાલે પાકિસ્તાનને ગુપ્ત ગતિવિધિઓ બંધ કરી દેવાની ચેતાવણી આપતાં કહ્યું કે, પાડોશી દેશ તરીકે આ અવ્યવહારૂ પગલું છે.

ડોભાલના અનુસાર પાકિસ્તાને ક્યારેય નથી સમજ્યું કે તે ભારત અને અન્ય દક્ષિણ એશિયાઇ દેશો સાથે કામ કરે છે તો એનો આર્થિક વિકાસ અને સ્થિરતા માટે ફાયદાકારક હશે.

ડોભાલે કહ્યું કે, જો આવું જ ચાલુ રહે ત્યાં સુધી ભારત પણ શું કરી શકે. મને લાગે છે કે, એક તો આપણે પાકિસ્તાનને સમજાવવું જોઇએ. આપણે ગંભીરતા સાથે એને સમજાવવા મહેનત કરવી જોઇએ. પાકિસ્તાન જે ભાષામાં સમજવા ઇચ્છે એ ભાષામાં એને સમજાવવું જોઇએ.

ઇન્ટરનેશનલ ગુડવિલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ઇન્સ્યોરિંગ પીસ ઇન સાઉથ એશિયા રોલ ઓફ ઇન્ડિયા વિષય પર પ્રથમ નાગેન્દ્ર સિંહ સ્મૃતિ વ્યાખ્યાન આપતાં ડોભાલે કહ્યું કે, મોટા ભાગના દક્ષિણ એશિયાઇ દેશોની સુરક્ષાના ખતરા આંતરિક છે.
First published: October 28, 2015, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading