Home /News /politics /

નિતિશકુમારે 68 ફુલોના ગુલદસ્તાથી લાલુને આપી શુભેચ્છા

નિતિશકુમારે 68 ફુલોના ગુલદસ્તાથી લાલુને આપી શુભેચ્છા

બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીને પગલે બદલાયેલા સમીકરણોએ સંબંધો પણ બદલ્યા છે. રાજકારણ માટે ખાટા થયેલા સબંધો આજે ફરી મધુર બનતાં મોટા ગજાના બે નેતાઓ આજે એક બીજાને ભેટી પડ્યા હતા. લાલુપ્રસાદ યાદવના જન્મદિવસે આજે નિતિશકુમાર સામે ચાલીને એમના નિવાસ સ્થાને ગયા હતા અને 68 ફુલોના બનેલા ગુલદસ્તાથી શુભેચ્છાઓ પાઠવી હતી. અહીં નોંધનિય છે કે, નિતિશકુમાર બે દાયકા બાદ લાલુપ્રસાદના ઘરે જ શુભેચ્છાઓ પાઠવી હતી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
પટના # બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીને પગલે બદલાયેલા સમીકરણોએ સંબંધો પણ બદલ્યા છે. રાજકારણ માટે ખાટા થયેલા સબંધો આજે ફરી મધુર બનતાં મોટા ગજાના બે નેતાઓ આજે એક બીજાને ભેટી પડ્યા હતા. લાલુપ્રસાદ યાદવના જન્મદિવસે આજે નિતિશકુમાર સામે ચાલીને એમના નિવાસ સ્થાને ગયા હતા અને 68 ફુલોના બનેલા ગુલદસ્તાથી શુભેચ્છાઓ પાઠવી હતી. અહીં નોંધનિય છે કે, નિતિશકુમાર બે દાયકા બાદ લાલુપ્રસાદના ઘરે જ શુભેચ્છાઓ પાઠવી હતી.

68મા જન્મ દિવસે નિતિશકુમારે લાલુપ્રસાદને શુભેચ્છાઓ તો આપી સાથોસાથ રાબડીદેવી સહિત પરિવારજનો સાથે અંદાજે 15 મિનિટ સુધી વાતચીત પણ કરી હતી. આ શુભેચ્છા મુલાકાત બાદ બંને નેતાઓના નિવેદનમાં પણ એકબીજા પ્રત્યેની લાગણી છલકતી હતી.

અહીં નોંધનિય છે કે, વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે જનતા પરિવાર ભેગો થયો છે. જેમાં મુખ્યમંત્રી પદને લઇને લાલુ પ્રસાદ અને નિતિશકુમાર વચ્ચે મતભેદ થયાનું પણ ચર્ચાયું હતું. જોકે બાદમાં લાલુ પ્રસાદે મુલાયમસિંહની જાહેરાત બાદ નિતિશકુમારના નામ ઉપર પોતાની સંમતિ વ્યક્ત કરી હતી.
First published:

Tags: નિતિશકુમાર, બિહાર, બિહાર ચૂંટણી, રાજકારણ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन