હાઈકોર્ટનો નિર્ણય આવતાની સાથે શશિકલાના પતિની તબિયત લથડી

Margi | News18 Gujarati
Updated: November 18, 2017, 2:55 PM IST
હાઈકોર્ટનો નિર્ણય આવતાની સાથે શશિકલાના પતિની તબિયત લથડી
આવકથી વધારે સંપતિ બાબતમાં જેલમાં રહેલ એઆઈએડીએમકે નેતા વીકે શશિકલાની જેમ તેમના પતિ એમ નટરાજનની પણ મુશ્કેલીઓમાં વધારો થયો છે.

આવકથી વધારે સંપતિ બાબતમાં જેલમાં રહેલ એઆઈએડીએમકે નેતા વીકે શશિકલાની જેમ તેમના પતિ એમ નટરાજનની પણ મુશ્કેલીઓમાં વધારો થયો છે.

  • Share this:
આવકથી વધારે સંપતિ બાબતમાં જેલમાં રહેલ એઆઈએડીએમકે નેતા વીકે શશિકલાની જેમ તેમના પતિ એમ નટરાજનની પણ મુશ્કેલીઓમાં વધારો થયો છે. મદ્રાસ હાઈકોર્ટે ટેક્સ ચોરીનાં એક જુના કેસમાં નટરાજન વિરૂદ્ધની સજાને બરકરાર રાખી છે. કોર્ટેનો આ નિર્ણય આવ્યા બાદ નટરાજનની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, એમ નટરાજનની ચેન્નાઈની એક હોસ્પિટલમાં કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી થઈ હતી. ત્યારે પતિની તબિયત પૂછવા માટે શશિકલા પણ 5 દિવસની પેરોલ પર જેલમાંથી બહાર આવી હતી.

શશિકલાનાન પતિ નટરાજનથી જોડાયેલ આ કેસ વર્ષ 1994નો છે. નટરાજન પર લંડનથી એક લક્ઝ્યુરીસ કાર મંગાવવા પર અને તેના બિલમાં ચિટીંગ કરવાનો આરોપ છે. આ બાબતમાં લોઅર કોર્ટે તેમને વર્ષ 2010માં 2 વર્ષની સજા સંભળાવી હતી.

આ કેસમાં તેમના એક સંબંધીને પણ સજા થઈ છે. નટરાજને લોઅર કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. શનિવારે હાઈકોર્ટે લોઅર કોર્ટના નિર્ણયની સજાને બરકરાર રાખી હતી.

 

 
First published: November 18, 2017, 2:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading