Home /News /politics /

દાઉદ સામે કસાશે ગાળીયો, UAEને સોંપાશે ડોજિયર

દાઉદ સામે કસાશે ગાળીયો, UAEને સોંપાશે ડોજિયર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરબ પ્રવાસથી દેશના સૌથી મોટા ગુનેગાર દાઉદ ઇબ્રાહીમ સામે ગાળીયો કસાય એવી આશા પ્રબળ બની છે. વડાપ્રધાન મોદીના સંયુક્ત અરબ અમીરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે મોદી યૂએઇ સાથે વાતચીત દરમિયાન દુબઇમાં દાઉદની તમામ સંપત્તિઓને જપ્ત કરવા અંગે ચર્ચા કરી શકે એવી સંભાવના જોવાઇ રહી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરબ પ્રવાસથી દેશના સૌથી મોટા ગુનેગાર દાઉદ ઇબ્રાહીમ સામે ગાળીયો કસાય એવી આશા પ્રબળ બની છે. વડાપ્રધાન મોદીના સંયુક્ત અરબ અમીરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે મોદી યૂએઇ સાથે વાતચીત દરમિયાન દુબઇમાં દાઉદની તમામ સંપત્તિઓને જપ્ત કરવા અંગે ચર્ચા કરી શકે એવી સંભાવના જોવાઇ રહી છે.

બંને દેશો વચ્ચે સુરક્ષામાં સહયોગ અને આતંકવાદના ખાત્મા સહિતના મુદ્દે ચર્ચા થઇ શકે એમ છે. વિશ્વમાં પ્રસરી રહેલા આતંકવાદને રોકવા માટે એકશન પ્લાન અંગે પણ ચર્ચા થઇ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બે દિવસીય પ્રવાસથી ભારતને ફાયદો થવાની આશા છે. આ પ્રવાસનો મુખ્ય આશય આતંકવાદને રોકવાનો છે. સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી યૂએઇમાં દ્વિપક્ષીય વાતચીત દરમિયાન 1993ના મુંબઇ બોમ્બ વિસ્ફોટના આરોપી દાઉદ ઇબ્રાહીમનો મુદ્દો ઉઠાવી શકે છે. જેમાં દાઉદની સંપત્તિ ટાંચમાં લેવા તથા એના ગુનાઓ અંગેની વિગતો આપવામાં આવે એમ છે.
First published:

Tags: અબુધાબી, દાઉદ ઇબ્રાહિમ, નરેન્દ્ર મોદી, મિશન અરબ, મોદી યૂએઇ પ્રવાસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन