Home /News /politics /

નાળામાં પડતાં ઘાયલ થયેલા સાંસદ પૂનમ માડમને મુંબઇ લઇ જવાયા

નાળામાં પડતાં ઘાયલ થયેલા સાંસદ પૂનમ માડમને મુંબઇ લઇ જવાયા

જામનગર ખાતે આજે સવારે ડિમોલિશન કામગીરી દરમિયાન ઘટના સ્થળે અસરગ્રસ્તોની મુલાકાત લેવા જતાં નાળા પરના પાતળા પત્થર તૂટી પડતાં સાંસદ પૂનમ માડમ સહિત કેટલાક લોકો આઠ ફૂટ ઉંડા નાળામાં પટકાયા હતા. જેને પગલે એમને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં સઘન સારવાર માટે એરબસ દ્વારા એમને મુંબઇ લઇ જવાયા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
જામનગર #જામનગર ખાતે આજે સવારે ડિમોલિશન કામગીરી દરમિયાન ઘટના સ્થળે અસરગ્રસ્તોની મુલાકાત લેવા જતાં નાળા પરના પાતળા પત્થર તૂટી પડતાં સાંસદ પૂનમ માડમ સહિત કેટલાક લોકો આઠ ફૂટ ઉંડા નાળામાં પટકાયા હતા. જેને પગલે એમને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં સઘન સારવાર માટે એરબસ દ્વારા એમને મુંબઇ લઇ જવાયા છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારથી અહીંથા સાત રસ્તા પરની જલારામ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. જ્યાં મહાનગરપાલિકા સ્ટાફ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનાના સમાચાર મળતાં સાંસદ પૂનમ માડમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અહીં તેઓ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી એક નાળા પર ઉભા રહી વાતચીત કરી રહ્યા હતા એવામાં નાળા પર ચાલવા માટે ગોઠવાયેલ પત્થરની પાતળી છત એકાએક તૂટી પડતાં પૂનમ માડમ સહિત આસપાસના ચારથી પાંચ લોકો આઠ ફૂટ ઉંડા નાળામાં પટકાયા હતા.

આ અકસ્માતને પગલે પોલીસ, પાલિકા સહિત ઉપસ્થિતોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસ અને ફાયર સ્ટાફે સત્વરે પૂનમ માડમને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે એમને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી સઘન સારવાર માટે મુંબઇ લઇ જવાયા છે.

સાંસદ પૂનમ માડમ નાળામાં પટકાયા, જોવો લાઇવ તસ્વીરો

સાંસદ પૂનમ માડમ કેવી રીતે નાળામાં પટકાયા, જોવો લાઇવ Video
First published:

Tags: ઘાયલ, મુંબઇ, સાંસદ, સારવાર

આગામી સમાચાર