નર્મદાને બચાવવા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

Parthesh Nair | Pradesh18
Updated: June 1, 2016, 5:49 PM IST
નર્મદાને બચાવવા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે લખ્યો મુખ્યમંત્રીને પત્ર
લુપ્ત થતી જતી પાવન સલીલા માં નર્મદાને બચાવવા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ આગળ આવ્યા છે.

લુપ્ત થતી જતી પાવન સલીલા માં નર્મદાને બચાવવા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ આગળ આવ્યા છે.

  • Pradesh18
  • Last Updated: June 1, 2016, 5:49 PM IST
  • Share this:
ભરૂચ# લુપ્ત થતી જતી પાવન સલીલા માં નર્મદાને બચાવવા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ આગળ આવ્યા છે. અહેમદ પટેલે આ અંગે CM આનંદીબહેન પટેલને પત્ર લખી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ કરી છે.

હર હંમેશ ખળ ખળ વહેતી પાવન સલીલામાં નર્મદાના જળસ્તર ૩૦ વર્ષમાં પહેલી વખત આટલા ઊંડા ગયા છે, જેના કારણે દરિયાનું ખારૂં પાણી નદીના પાણી સાથે ભળી જતા પ્રવાસન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, ખેતી અને ઉદ્યોગોને ભારે નુકશાન થયું છે. ધાર્મિક રીતે પણ અતિ પવિત્ર ગણાતી નર્મદા નદી સુકી ભટ્ઠ થતા નર્મદા બચાવો નામની મુહિમ શરૂ થઇ છે, ત્યારે લુપ્ત થતી નર્મદા નદીને બચાવવા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ પણ આગળ આવ્યા છે.

અહેમદ પટેલે આ અંગે સી.એમ.આનંદીબહેન પટેલને પત્ર લખ્યો છે અને સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવાની માંગ કરી છે. અહેમદ પટેલે પત્રમાં જણાવ્યું છે કે, નર્મદા નદીનો દોઢ કિલોમીટર લાંબો પટ પાણી ન હોવાના કારણે હાલમાં માત્ર 4૦૦ મીટર જ થઇ ગયો છે અને દરિયાના ખારા પાણી 40 કિલોમીટર સુધી નર્મદા નદીમાં આવી ગયા છે.

આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં રાજ્ય સરકાર આ બાબતે ધ્યાન નથી આપતી અને તેના માઠા પરિણામો લોકો ભોગવી રહ્યા છે. નર્મદા નદીમાં પાણી છોડવા માટે ભરૂચ સીટીઝન કાઉન્સિલ નામની સંસ્થા દ્વારા પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ અંગે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી

નર્મદા નદીના પટ પર ખારાશ વધતા સફેદ રણ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક સમયે બન્ને કાંઠે વહેતી અને રોદ્ર સ્વરૂપ માટે જાણીતી નર્મદા નદી હવે જાણે એક ખાડી બની ને રહી ગઈ છે, ત્યારે નર્મદા નદીમાં પાણી છોડી લુપ્ત થતી નદીને બચાવવા લોકો માંગ કરી રહ્યાં છે.
First published: June 1, 2016, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading