નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે લેખકના રૂપમાં દેખાશે. પીએમ મોદી દ્વારા લખેલી ત્રણ પુસ્તકોનું 10 ઓગષ્ટના રોજ વિમોચન કરવામાં આવશે. પીએમ મોદીના ત્રણ પુુસ્તકોમાંથી એક પુસ્તકનું શીર્ષક છે ‘શોશ્યલ હાર્મની’. આ પુસ્તકમાં પીએમ મોદીએ ગરીબો પર લખેલા લેખનો સમાવેશ કર્યો છે. બીજી પુસ્તકનું શીર્ષક છે ‘જ્યોતિપુંજ’ જેમાં મોદીએ લોકો વિશે ઉલ્લેખ કર્યો છે કે જેઓએ મોદીને પ્રેરિત કર્યા. અને ત્રીજી પુસ્તક ‘સાક્ષીભવ’ ના નામથી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર પુસ્તકનું વિમોચન બીજેપી અધ્યક્ષ અમિત શાહ કરશે. અગાઉ આ પુસ્તકોને ગૂજરાતી ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. હવે આ પુસ્તકોને હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કરવામાં આવશે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર