Home /News /politics /

PM મોદી-નિર્મલ સિંહની મુલાકાત: શું કાશ્મીરમાં બનશે પ્રથમ બીજેપી સરકાર?

PM મોદી-નિર્મલ સિંહની મુલાકાત: શું કાશ્મીરમાં બનશે પ્રથમ બીજેપી સરકાર?

  જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ સરકાર બનાવવાના પ્રયત્નો ઝડપી કરી દીધા છે .વડાપ્રધાન ઓફિસના ઉચ્ચ સૂત્રોએ ન્યૂઝ18ને જાણકારી આપી કે બુધવારે સાંજે ચાર વાગે જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ અને સીનિયર બીજેપી નેતા નિર્મલ સિંહે વડાપ્રધાન મોદી સાથે ગુપ્ત બેઠક કરી છે. આ બેઠક પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે, રાજ્યમાં બીજેપી થોડા જ સમયમાં સરકાર બનાવી શકે છે.

  સૂત્રોએ તે પણ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી સાથે બેઠકથી પહેલા નિર્મલ સિંહે જમ્મુ-કાશ્મીરના બીજેપી પ્રભારી રામ માધવ સાથે એક લાંબી મુલાકાત કરી હતી.

  ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક દિવસોથી સતત સમાચાર આવી રહ્યાં છે કે બીજેપી જમ્મુ-કાશ્મીરમાં પીડીપીના બળવાખોર ધારાસભ્યોની મદદથી સરકાર બનાવીને રાજ્યમાં હિન્દુ મુખ્યમંત્રી નિયુક્ત કરવા ઈચ્છે છે.

  જો કે, સત્તાવાર રીતે કોઈ પણ આ વાતને માની રહ્યું નથી, પરંતુ બીજેપી અને પીડીપી બંનેના સુત્રો કહી રહ્યાં છે કે ઓગસ્ટમાં અમરનાથ યાત્રાની સમાપ્તિ પછી જમ્મુ કાશ્મીરની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી શકે છે.

  બુધવારે થઈ મોદી અને નિર્મલ સિંહની બેઠક પણ આ તરફ જ ઈશારો કરી રહી છે.

  જણાવી દઈએ કે, આ વર્ષના જૂનમાં બીજેપીએ પોતાને મહેબૂબા મુફ્તીની ગઠબંધનવાળી સરકારથી અલગ કરી લીધા હતા. તે પછી અન્ય પાર્ટીઓએ રાજ્યપાલ શાસનનું સમર્થન કર્યુ હતું. જો કે, પહેલાથી જ એવી અટકળો ચાલી રહી છે કે બીજેપી અન્ય પાર્ટીઓના ધારાસભ્યોને તોડીને સરકાર બનાવવાની કોશિશ કરી શકે છે.

  મહેબૂબાથી નારાજ છે પીડીપીના ધારાસભ્ય

  પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના નેતૃત્વ વિરૂદ્ધ ખુલ્લી રીતે વિદ્રોહ કરનાર પીડીપી ધારાસભ્ય આબિદ અંસારીએ ન્યૂઝ 18ને જણાવ્યું કે, પીડીપીના બળવાખોર ધારાસભ્ય બીજેપીના સમર્થનને લઈને ગંભીરતાથી વિચાર કરશે. મહેબૂબા મુફ્તી પર શાબ્દિક ટીપ્પણી કરતાં અંસારીએ કહ્યું હતુ કે, પાર્ટી તૂટી જશે અથવા લીડરશીપમાં પરિવર્તન આવશે.

  અંસારીએ કહ્યું, "પ્રશ્ન પર્યાપ્ત નંબરનો છે. હાલના સમયમાં લગભગ એક ડઝન ધારાસભ્ય મારી સાથે છે. જો મહેબૂબા પાર્ટીને બચાવવા ઈચ્છે છે તો તેમને કોઈ જવાબદાર નેતાને પાર્ટીની કમાન સૌંપી દેવી જોઈએ. નહી તો અમે અલગ રસ્તો નક્કી કરીશું."

  શું બળવાખોર ધારાસભ્યોએ બીજેપીને સમર્થન આપવા પર વિચાર કર્યો હશે? આ પ્રશ્નના જવાબમાં અંસારી કહે છે કે, કેમ નહી? જો અમારી પાસે સંખ્યા છે તો મને લાગતું નથી કે, અમારી પાસે સરકાર ના બનાવવાનો કોઈ કારણ છે, તે પણ ત્યારે જ્યારે આવનાર ચૂંટણી બે વર્ષ દૂર હોય.

  જ્યારે પીડીપીના એક સૂત્રએ જણાવ્યું કે, મહેબૂબાએ બળવાખોર ધારાસભ્યોની માંગણી ફગાવી દીધી છે.

  પીડીપી નેતાએ કહ્યું, "અમે બળવાખોર ધારાસભ્યો સાથે વાત કરવાની કોશિશ કરી. મહેબૂબાએ તેમની માફી પણ માંગી. હવે મને ખબર નથી કે આનાથી વધારે શું કરી શકાય. ઈતિહાસ આપણને જણાવે છે કે નવી દિલ્હી જે ઈચ્છે છે તે કરીને જ રહે છે, પરંતુ તે આ અવિશ્વાસુ સાધનોના માધ્યમથી સરકાર રચી પણ લે છે તો પણ જનતાનો સામનો કેવી રીતે કરશે, તે મને સમજાતું નથી. સંવાદના માધ્યમથી શાંતિનો એજન્ડા અધ વચ્ચે જ મૂકી દેવામાં આવ્યો, આ સત્તાની કેવી ભૂખ છે. "

  બીજેપીને જોઈએ છે 19 ધારાસભ્ય

  જમ્મુ કાશ્મીર વિધાનસભામાં 87 સીટો છે, તેનો મતબલ તે છે કે, અહી સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીને 44 સીટોની આવશ્યકતા હોય છે. રાજ્યમાં બીજેપી પાસે હાલમાં 25 ધારાસભ્ય છે, તેથી તેને સરકાર બનાવવા માટે 19 ધારાસભ્યોની જરૂરત છે. સજ્જાદ લોનની પાર્ટી પીપલ્સ કોન્ફ્રન્સ બીજેપીને સપોર્ટ કરી રહી છે તેથી પાર્ટીને બે ધારાસભ્યોનું સમર્થન અહીથી મળી જશે. જો કે, તે છતાં બીજેપીને 17 ધારાસભ્યોની જરૂરત રહશે.

  પીડીપી ધારાસભ્યો ઉપરાંત એકપણ પાર્ટી બીજેપીને સમર્થન આપવા માટે તૈયાર નથી. એવામાં જો બીજેપી જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવા ઈચ્છે તો તેને પીડીપીના ઓછામાં ઓછા 17 ધારાસભ્યોને બળવાખોર બનાવવા પડશે, જેમ-જેમ દિવસો પ્રસાર થઈ રહ્યાં છે તેમ-તેમ લાગી રહ્યું છે કે આવું સંભવ થઈ જશે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Bjp government, Jammu kashmiar, Narendr Modi

  આગામી સમાચાર