Home /News /politics /

નિતિશજી, મુશાયરો કરતા રહો 8મી બાદ કામ આવશે : મોદી

નિતિશજી, મુશાયરો કરતા રહો 8મી બાદ કામ આવશે : મોદી

બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇ કાલે પછાત વર્ગના અનામત કોટામાંથી 5 ટકા કોઇ અન્ય સમુદાયને વિશેષ આપવાના ષડયંત્ર રચવાનો મહાગઠબંધન સામે આરોપ લગાવ્યા બાદ આજે વિકાસના મુદ્દે પાછા આવતાં નિતિશકુમારને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, નિતિશકુમાર લાલુ અને સોનિયાના શરણ બાદ હવે તંત્ર મંત્રના શરણે આવ્યા છે. તેમણે કહ્યું કે, બિહારની સમસ્યાઓનો અકસીર ઇલાજ વિકાસ જ છે.

બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇ કાલે પછાત વર્ગના અનામત કોટામાંથી 5 ટકા કોઇ અન્ય સમુદાયને વિશેષ આપવાના ષડયંત્ર રચવાનો મહાગઠબંધન સામે આરોપ લગાવ્યા બાદ આજે વિકાસના મુદ્દે પાછા આવતાં નિતિશકુમારને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, નિતિશકુમાર લાલુ અને સોનિયાના શરણ બાદ હવે તંત્ર મંત્રના શરણે આવ્યા છે. તેમણે કહ્યું કે, બિહારની સમસ્યાઓનો અકસીર ઇલાજ વિકાસ જ છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
સીતામઢી # બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇ કાલે પછાત વર્ગના અનામત કોટામાંથી 5 ટકા કોઇ અન્ય સમુદાયને વિશેષ આપવાના ષડયંત્ર રચવાનો મહાગઠબંધન સામે આરોપ લગાવ્યા બાદ આજે વિકાસના મુદ્દે પાછા આવતાં નિતિશકુમારને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, નિતિશકુમાર લાલુ અને સોનિયાના શરણ બાદ હવે તંત્ર મંત્રના શરણે આવ્યા છે. તેમણે કહ્યું કે, બિહારની સમસ્યાઓનો અકસીર ઇલાજ વિકાસ જ છે.

મોદીએ અહીં એક ચૂંટણી સભાને સંબોધતાં કહ્યું કે, લાલુ અને તંત્ર મંત્રના સહારે બિહારને આગળ લઇ જઇ શકાય નહીં. બિહારનું ભાગ્ય જો કોઇ બદલી શકે એમ હોય તો તે છે વિકાસ. જો આપણે સમસ્યાઓનો ઉકેલ જોઇએ તો એની એકજ જડીબુટ્ટી છે. તમારે ભરોસો કરવો હોય તો, વિકાસના માર્ગ પર ભરોસો રાખી શકાય. આ ચૂંટણી બિહારનું ભાગ્ય બદલનારી છે. અમે તમારી સમક્ષ વિકાસ લઇ આવ્યા છીએ.

નિતિશ સામે નિશાન તાકતાં તેમણે કહ્યું કે, શું મંત્ર તંત્ર એમને બચાવી શકશે? શું જંતર મંતર ગરીબોનો રોટી અપાવી શકે છે. શું જંતર મંતર યુવાનોને રોજગારી આપી શકે? ઘર ઘરમાં વીજળી અને ખેડૂતોને ખેતરમાં પાણી અપાવી શકશે. આ માત્રને માત્ર વિકાસથી જ થઇ શકે .

મહાગઠબંધનના સીએમના ઉમેદવાર નિતિશકુમાર સામે શાબ્દિક પ્રહાર ચાલુ રાખતાં મોદીએ કહ્યું કે, અહંકાર માણસને ક્યાં લઇ જાય છે. એ જોવા મળ્યું. તે (નિતિશ) લાલુજીની શરણમાં ગયા, બાદમાં મેડમ સોનિયાજીની શરણમાં ગયા. તેમણે લોહિયા, જેપીને છોડી દીધા. પછી પણ હાથમાં કંઇ ન આવતાં જંતર મંતરની શરણે ગયા.

વડાપ્રધાને કહ્યું કે, તે એક નહીં પરંતુ સો જંતર મંતર કરનારાઓની શરણે જાય, મને કોઇ વાંધો નથી. પરંતુ આ બિહારનું અપમાન છે. તમે 21મી સદીની જગ્યાએ 18મી સદીમાં લઇ જઇ રહ્યા છો. શું હિન્દુસ્તાનને તંત્ર મંત્ર જોઇએ કે લોકતંત્ર જોઇએ.

મોદીએ કહ્યું કે, લાલુજી સરસ મનોરંજન કરે છે. ઘણા વર્ષો બાદ બિહારની જનતાને મનોરંજન મળ્યું. આજકાલ બંનેમાં પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. નિતિશ ગઇ કાલે મુશાયરો કરી રહ્યા હતા. કેટલાક દરબારીઓ અને પત્રકારોને બોલાવીને મુશાયરો કરી રહ્યા હતા. મનોરંજન કરી રહ્યા હતા. મહાસ્વાર્થબંધનમાં ત્રણ પાર્ટનર હતા એ તો ખબર હતી. પરંતુ કવિતાની શરૂઆત પણ એમણે થ્રી ઇડીયટ્સથી કરી એ જોઇ આશ્વર્ય થયું. કંઇ વાંધો નહીં નિતિશ બાબુ તમે પ્રેક્ટિશ કરતા રહો, 8 તારીખ બાદ કામ આવશે.
First published:

Tags: ચૂંટણી પ્રચાર, નરેન્દ્ર મોદી, નિતિશકુમાર, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन