હરિયાણા સરકારે 13 જિલ્લાઓમાં આવતા ત્રણ દિવસો માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. સરકારે 26 નવેમ્બરે જાટ સંસ્થા દ્વારા અને સત્તારૂઢ ભાજપના કુરૂક્ષેત્રથી સાંસદની બે અલગ-અલગ જનસભાઓને લઈને કાનૂન અને વ્યવસ્થાના ઉલ્લંઘનની સ્થિતિથી બચવા માટે આ નિર્ણય લીધો છે.
એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જીંદ, હાંસી, ભિવાની, હિસાર, ફતેહાબાદ, કરનાલ, પાનીપત, કેથલ, રોહતક, સોનીપત, ઝાજ્જર અને ચરખી દાદરી જિલ્લામાંઓ આમાં સામેલ છે. આ જિલ્લાઓમાં વોઈસ કોલને છોડીને મોબાઈલ નેટવર્ક પર ઉપલબ્ધ કરાવવામાં આવતી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને આવતા ત્રણ દિવસો માટે બંધ કરી દેવામાં આવી છે.
તે ઉપરાંત ઝાજ્જર જિલ્લામાં કલમ 144 પણ લગાવવામાં આવી છે. ફેબ્રુઆરી 2016માં થયેલ હિંસામાં સૌથી વધારે નુકશાન ઝાજ્જર જિલ્લામાં થયું હતું. આને નજરમાં રાખીને અફવાઓ પર રોક લગાવવા માટે ઈન્ટરનેટ સેવાઓ પર ત્રણ દિવસ માટે રોક લગાવી દેવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Mobile internet service, ચૂંટણી, હરિયાણા