'મિશન 2019' પહેલાં જ તૂટી રહ્યી છે 'મિત્રતા' અને બની રહ્યાં છે નવાં 'સંબંધો'

Margi
Updated: February 11, 2018, 12:25 PM IST
'મિશન 2019' પહેલાં જ તૂટી રહ્યી છે 'મિત્રતા' અને બની રહ્યાં છે નવાં 'સંબંધો'
મિશન 2019'ને જોતા ભાજપ-કોંગ્રેસમાં જૂની 'મિત્રતા'માં તિરાડ પડી રહી છે તો ક્યાંક નવાં જોડાણની આશા પણ દેખાઇ રહી છે

મિશન 2019'ને જોતા ભાજપ-કોંગ્રેસમાં જૂની 'મિત્રતા'માં તિરાડ પડી રહી છે તો ક્યાંક નવાં જોડાણની આશા પણ દેખાઇ રહી છે

  • Share this:
નવી દિલ્હી: સંસદનાં બજેટ સત્રનાં પહેલો ભાગ 29થી 9 ફેબ્રુઆરી સુધી ચાલ્યો અને બીજો ભાગ 5 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સ્ત્રનાં પહેલાં તબક્કામાં સંસદમાં ઘણી વાતો પહેલી વખત થઇ. રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)નાં સહયોગી દળે ભાજપને તે અહેસાસ કરાવી દીધો કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઠબંધનને જાળવી રાખવામાટે ભાજપ નેતૃત્વમાં તેમની વાત સાંભળશે.

'મિશન 2019'ને જોતા ભાજપ-કોંગ્રેસમાં હલચલ વધી ગઇ છે. જૂની 'મિત્રતા'માં તિરાડ પડી રહી છે તો ક્યાંક નવાં જોડાણની આશા પણ દેખાઇ રહી છે.


ભાજપનાં બે સંસદીય બોર્ડની બેઠકમાં '2019ની લડાઇ'ને લઇને ચર્ચાઓ પણ થઇ. ભાજપ નેતૃત્વએ તમામ સાંસદોને આગામી ચૂંટણી માટે કમર કસી લેવા કહી દીધુ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે સાંસદોને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પર વધુ સક્રિય થવાનાં નિર્દેશ આપી દીધા છે. કારણ કે મતદાતાઓનો બે ત્રિત્યાંશ ભાગ ઇન્ટરનેટથી જોડાયેલો છે. ભાજપનાંમહાસચિવ રામ લાલ પાર્ટી કાર્યકર્તાઓની સાથે આ કામમાં સંપૂર્ણ જોતરાઇ ગયા છે.

બાળકો પર લખવામાં આવેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બૂક 'એક્ઝામ વોરિયર્સ'નું હિન્દી ભાંષાતર 16 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. જેમાં ભાજપ સાંસદોને કહેવામાં આવ્યું છે કે તે તેમનાં સંસદીય ક્ષેત્રમાં આ ઉત્સવનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવામાં આવે.

લોકસભા ચૂંટણીમાં સાંસદોનાં સહયોગની આશામાં ભાજપ નેતૃત્વનું કહેવું છે કે, 'સત્યનારાયણની પૂજા આયોજીત કરવાથી ન ફક્ત આયોજનકર્તાઓને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ નથી મળતો. પણ તે ભક્તો પર પણ ભગવાનની કૃપા થાય છે જે આ પૂજામાં ભાગ લે છે.'


તૂટી રહી છે 'મિત્રતા'હાલમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ એટલે કે NDAનાં સહયોગી દળ શઇવસેનાએ એકલા લડવાનો નિર્ણય કરી લીધો છે. તો તેલગૂ દેશમ પાર્ટી (TDP)એ પણ તેનો છેડો ફાડ્યો છે. અહીં સુધીનકે બિહારનાં પૂર્વ સીએમ જીતન રામ માંઝીએ હિન્દુસ્તાની આવામ મોર્ચા (HAM) અને ઉપેન્દ્ર કુશવાહની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP) જેવી નાની પાર્ટીઓ પણ અવાજ ઉઠાવી રહી છે. આ બધાની વચ્ચે રામ વિલાસ પાસવાન હાલમાં શાંત બેઠેલા છે. પણ રાજકિય વિશેષજ્ઞોની માનીયે તો, સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદ પાસવાન જરૂર કોઇ નિર્ણય લેશે. એવામાં ભાજપની ચિંતાઓ વધી જાય તો નવાઇ નહીં.

કોગ્રેસે કસી લીધી છે કમર
ભાજપની સાથે જ કોંગ્રેસે પણ લોકશભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કમર કસી લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીએ પાર્ટીમાં ઘણાં બદલાવ કરી લીધા છે. ઘણાંનાં રોલ બદલવામાં આવ્યાં છે. રાહુલ યુવાઓને વધુ મહત્વ આપી રહ્યાં છે અહીં સુધી કે બિહારનાં એક ઉમેદવારને ગઠબંધન થાય તો બે વિકલ્પ આપવા જણાવવામાં આવ્યું છે.

ખરેખરમાં હાલમાં, કોંગ્રેસ અને NCP વચ્ચે વેપાર વધી રહ્યો છે. NCP પ્રમુખ શરદ પવારે જાન્યુઆરીમાં મુંબઇનાં ભીમા-કોરગાંવ હિંસા બાદ અપોઝિશન માર્ચ કાઢી હતી. NCP અને કોંગ્રેસ બંને જ ભાજપ વિરુદ્ધ  મરાઠા, મુસ્લિમ અને મહારોને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે
.

આપનાં સંકેત, જઇ શકે છે વિપક્ષમાં
એટલું જ નહીં આમ આદમી પાર્ટીનાં સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વિપક્ષમાં જવાનાં સંકેત આપી દીધા છે. આપનાં નવાં નવાં રાજ્યસભા સાંસદ બનેલા સંજય સિંહને રાષ્ટ્રપતિ ભવનમાં કોંગ્રેસ નીત સંયુક્ત પ્રગતિશીલ જૂથ (UPA) નેતાઓની સાથે બેઠેલા નજર આવ્યા હતાં.

હવે ભવિષ્યમાં જે પણ થાય પણ આગામી લોકશભાની ચૂંટણી યજ્ઞ તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. એવામાં જેવાનું એ રહેશે કે આગળ કેટલી આહુતિઓ આપવામાં આવે છે.
First published: February 11, 2018, 12:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading