Home /News /politics /

PM મોદી પર ભડકી મીસા, કહ્યું-લાગે છે આ કોઇ ગલીના ગૂંડાનું ભાષણ છે

PM મોદી પર ભડકી મીસા, કહ્યું-લાગે છે આ કોઇ ગલીના ગૂંડાનું ભાષણ છે

બિહાર ચૂંટણીની લડાઇ તેજ બની રહી છે, બુધવારે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે નેતાઓનું શાબ્દિક યુધ્ધ ચરમસીમાએ છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણો બાદ રાષ્ટ્રીય જનતા દળના નિશાને છે. લાલુ અને મોદી વચ્ચે એકબીજા પર દોષારોપણ ચાલુ જ છે. જોકે હવે આ જંગમાં લાલુની પુત્રી મીસાએ ઝંપલાવ્યું છે.

વધુ જુઓ ...
પટના # બિહાર ચૂંટણીની લડાઇ તેજ બની રહી છે, બુધવારે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે નેતાઓનું શાબ્દિક યુધ્ધ ચરમસીમાએ છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણો બાદ રાષ્ટ્રીય જનતા દળના નિશાને છે. લાલુ અને મોદી વચ્ચે એકબીજા પર દોષારોપણ ચાલુ જ છે. જોકે હવે આ જંગમાં લાલુની પુત્રી મીસાએ ઝંપલાવ્યું છે.

મીસાએ મોદીના નિવેદનોને લઇને ફેસબુક પર જવાબ આપ્યો પરંતુ મર્યાદા ભુલી. મીસાએ લખ્યું કે, એમએ મને પાંચ થપ્પડ મારી, પછી મેં એમને છ થપ્પડ મારી, લાગતું નથી કે આ દેશના વડાપ્રધાનનું ભાષણ હોય. લાગે છે કે આ કોઇ ગલીના ગૂંડાનું ભાષણ છે. મીસાએ આને પોતાના ટ્વિટર પેજ પર પણ પોસ્ટ કર્યું.

ઉપરાંત મીસાએ મોદીને શીખ આપતાં ટ્વિટ કર્યું કે, તે મહિલાઓનું સન્માન કરે, મીસા યાદવે પટનાના પાર્ટી કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પીએમ મોદીના ભાષણની ટીકા કરી. મીસાએ કહ્યું કે, શું કોઇ ચૂંટણી હારી જવાથી તે બિચારી કે બિચારો બની જાય? જો આમ હોત તો બીજેપીના કેટલાક દિગ્ગજો ચૂંટણી હાર્યા હતા. તો એમને કેમ મંત્રી મંડળમાં સમાવાયા છે?

મીસાએ કહ્યું કે, સેટ કરાવી આપવાના શબ્દો દેશના પીએમ પાસેથી અપેક્ષા ના કરી શકાય. પીએમ એક તરફ બેટી બચાવો અને બેટી ભણાવોના નારા આપે છે અને બીજી તરફ નારીનું અપમાન કરે છે. પીએમએ માફી માંગવી જોઇએ.

અહીં નોંધનિય છે કે, સોમવારે પટનાના નૌબતપુરની ચૂંટણી સભામાં મોદીએ લાલુ અને નિતિશ સામે આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે, એક મુલાકાત દરિમયાન એક જણ કહેતો હતો કે, મેં મોદીને પાંચ થપ્પડ માર્યા તો બીજો કહેતો હતો કે મેં છ થપ્પજ માર્યા. ઉપરાંત એક સભામાં મોદીએ એ પણ કહ્યું કે, લાલુએ પોતાની પુત્રીને સેટ કરી અને હવે પોતાના પુત્રોને સેટ કરવામાં લાગ્યા છે. આ નિવેદનોથી નારાજ મીસા ભારતીએ મોદી સામે પ્રહારો કર્યા છે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, નિતિશ કુમાર, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन