Home /News /politics /

ભાજપને હરાવવાં સપા-બસપા થશે એક, માયાવતીની લીલી ઝંડી

ભાજપને હરાવવાં સપા-બસપા થશે એક, માયાવતીની લીલી ઝંડી

બેઠક બાદ નેતાઓએ ગોરખપુર લોકસભા ઉપચૂંટણીમાં સપાનાં ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી હોત. આ ચૂંટણીમાં બસપા તેનો ઉમેદવાર ઉતારશે જ નહીં

બેઠક બાદ નેતાઓએ ગોરખપુર લોકસભા ઉપચૂંટણીમાં સપાનાં ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી હોત. આ ચૂંટણીમાં બસપા તેનો ઉમેદવાર ઉતારશે જ નહીં

    ઇલાહાબાદ:  શહેરનાં બસપા કોઓર્ડિનેટર અશોક કૂમાર ગૌતમે રવિવારે એટલે કે આજે એક મીટિંગ બાદ સપા નેતા નાગેન્દ્ર સિંહ પટેલને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. તેમે કહ્યું કે, ભાજપને હરાવવા માટે જીતી રહેલાં ઉમેદવારને બસપાનું સમર્થન મળશે. આ રીતે પાર્ટી ઇલાહાબાદમાં સપાનાં ઉમેદવાર નાગેન્દ્ર સિંહ પટેલને સમર્થન કરશે.

    બસપાનાં ઝોનલ સ્ત્રની બેઠકમાં પણ BSPનાં ગોરખપુર ઝોનનાં પ્રભારી ઘનશ્યામ ચંદ્ર ખરવાર, સપાનાં ઉદય વીર સિંહ અને નિષાદ પાર્ટીનાં અધ્યક્ષ ડો. સંજય નિષાદ શામિલ થયા. બેઠક બાદ નેતાઓએ ગોરખપુર લોકસભા ઉપચૂંટણીમાં સપાનાં ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી હોત. આ ચૂંટણીમાં બસપા તેનો ઉમેદવાર ઉતારશે જ નહીં.

    માયાવતી નહીંક રે ગઠબંધનની જાહેરાત
    સૂત્રોની માનીયે તો, બસપા સુપ્રીમોએ ડિસ્ટ્રિક્ટ કો ઓર્ડિનેટરને આ વાત જણાવી દીધી છે. જોકે આ સંબંધે માયાવતીએ ભલે કોઇ જાહેરાત નથી કરી પણ BSP ડિસ્ટ્રિક્ટ કો ઓર્ડિનેટરનાં નેતાઓએ તેની જાહેરત જરૂરથી કરી છે. આ પહેલાં ગોરખપુરમાં સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર પ્રવીણ નિષાદે બસપા સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓનાં સમર્થનનો દાવો કર્યો હતો. બસપાનાં સમર્થનનાં સમાચારની વચ્ચે સપા નેતા સુનીલ સિંહ યાદવે કહ્યું કે, હું એટલું જાણું છું કે, બસપા ઉપચૂંટણી નહી લડે. બંને જગ્યાઓ પર ઉપચૂંટણી થવાની છે સમાજવાદી પાર્ટી ભાજપને કાંટે કી ટક્કર આપશે.

    11નાં રોજ વોટિંગ અને 14 માર્ચનાં રોજ પરિણામ
    મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ ત્યાગપત્ર બાદ ખાલી થયેલી ગોરખપુર અને ફૂલપુર લોકસભા સીટો પર 11 માર્ચનાં રોજ મતદાન કરવામાં આવશે અને 14 માર્ચનાં રોજ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે. 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપે આ બંને સીટો પર જીત મેળવી હતી. ગોરખપુરથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ફૂલપુરથી કેશવ પ્રસાદ મૌર્ય લોકસભાની ચૂંટણી જીત્યા હતાં.

    ભાજપથી KS પટેલ તો સપાથી નેગેન્દ્ર પટેલ મેદાનમાં ઉતરશે
    ભાજપે જાતીય સમીકરણને ધ્યાનમાં રાખીને ફૂલપુર લોકસભા સીટ પર કૌશલેન્દ્ર પટેલને તેનાં ઉમેદવાર જાહેર કર્યા છે. તો સપાએ પણ પટેલ સમાજનાં નાગેન્દ્ર પટેલ પર દાવ રમ્યો છે. જ્યારે કોંગ્રેસે બ્રાહ્મણ સમાજમાં આવનારી મનીષ મિશ્રાને જંગમાં ઉતાર્યા છે.

    બાહુબલી અને સપાનાં પૂર્વ સાંસદ આતીક અહમદે નિર્દળીય ઉમેદવાર તરીકે મંગળવારે ફૂલપુર લોકસભા સીટ પર જોરદાર બેંડબાજા સાથે નામાંકન દાખલ કર્યુ હતું. આપને જણાવી દઇએ કે આતીક અહમદ ફૂલપુર લોકસભા સીટથી સાંસદ રહી ચૂક્યો છે. સપાની કમાન અખિલેશ યાદવનાં હાથમાં આવ્યા બાદથી તે પાર્ટીમાંથી સાઇડ લાઇન કરી
    Published by:Margi Pandya
    First published:

    Tags: BSP, CM Yogi Adityanath, Mayawati, SP, અખિલેશ યાદવ, ઉત્તર પ્રદેશ

    આગામી સમાચાર