Home /News /politics /

'પાકિસ્તાન ક્નેક્શન' પર મનમોહનસિંહનો PM મોદીને જડબાતોડ જવાબ

'પાકિસ્તાન ક્નેક્શન' પર મનમોહનસિંહનો PM મોદીને જડબાતોડ જવાબ

ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ આવ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે...

ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ આવ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે...

ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ આવ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે, વિપક્ષ દળના નેતાઓએ મણિશંકર અય્યરે તેમને 'નીચ' કહ્યાંના એક દિવસ પહેલા પાકિસ્તાનના વર્તમાન અને પૂર્વ અધિકારીઓ સાથે એક ગુપ્ત બેઠક કરી હતી. હવે તે બેઠકમાં હાજર રહેલ એક પૂર્વ રાજદૂતે પીએમના દાવાને ખોટો ગણાવ્યો છે. ભૂતપૂર્વ રાજદૂત ચિન્મય ગરેખને કહ્યું છે કે, તે બેઠકમાં માત્ર ભારત-પાક સંબંધો પર વાત થઈ, કોઈએ ગુજરાત ઈલેક્શન પર કોઈ જ વાત કરી નહતી. ત્યાર બાદ કોંગ્રેસે આ વાતને લઈને વડાપ્રધાન પર પલટવાર કરતાં કહ્યું કે, પીએમે પોતાના પદની ગરિમાને બનાવી રાખવા માટે તેમને આપેલા નિવેદનને લઈને માફિ માંગવી જોઈએ.


પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ હવે પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનને લઈને કહ્યું છે કે, તેઓ પીએમ મોદીના નિવેદનને પૂરી રીતે ફગાવે છે. તેમને કહ્યું કે, પીએમના નિવેદનથી તેમને દુ:ખ થયો અને ગુસ્સો પણ આવ્યો છે. મણિશંકર સાથે ગુજરાત ઈલેક્શનને લઈને કોઈ જ ચર્ચા થઈ નથી. ગુજરાત ઈલેક્શનમાં પોતાની હારની આશંકાને લઈને પીએમ મોદી ગભરાઈ ગયા છે. મનમોહનસિંહે કહ્યું કે, પીએમ મોદીએ એક ખતરનાક પરંપરાની શરૂઆત કરી છે. કોંગ્રેસને રાષ્ટ્રવાદ પર કોઈના જ્ઞાનની જરૂરત નથી.


ગુજરાત ઈલેક્શનમાં પાકિસ્તાન સાથે લિંક જોડવા પર બીજેપી સાંસદ શત્રુધ્નસિંહાએ પીએમ મોદી પર ઉઠાવ્યા પ્રશ્ન


આ બાબતે પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો મોહમ્મદ ફેસલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતે પોતાના ઈલેક્શનનાં ભાષણોમાં પાકિસ્તાનને ઘસીટવાનું બંધ કરવું જોઈએ અને પોતાની તાકાત પર ઈલેક્શન જીતવું જોઈએ અને ખોટે-ખોટા ષડયંત્ર બધી જ રીતે નિરાધાર અને ગેરજવાબદાર છે.


પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાના નિવેદન પર કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, તેઓ કોંગ્રેસ પાર્ટીને રાહત આપવા માટે કરવામાં આવેલી ટીપ્પણી લાગે છે. તેમને કહ્યું છે કે, ભારતીય પોતાના દેશના લોકતંત્રને ચલાવવામાં બધી જ રીતે સક્ષમ છે. રવિશંકર પ્રસાદે કહ્યું, મોદી ભારતના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈને આવેલા એક લોકપ્રિય વડાપ્રધાન છે અને ભાજપ પણ લોકપ્રિય છે. ભારતના ઈલેક્શન બાબતોમાં બહારથી કોઈનું પણ હસ્તક્ષેપને પૂરી રીતે નાપસંદ કરવામાં આવે છે.

First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, Manmohan singh, નરેન્દ્ર મોદી

આગામી સમાચાર