Home /News /politics /'મમત' છોડે તો મમતા શાની? વાંચો નિર્ભયી મમતા બેનરજીનો રાજનૈતિક ઇતિહાસ

'મમત' છોડે તો મમતા શાની? વાંચો નિર્ભયી મમતા બેનરજીનો રાજનૈતિક ઇતિહાસ

શરૂઆતથી જ જિદ્દી અને જક્કી રહી છે મમતા : એક નેતા ઉપર ગાડી ચઢાવી દઈને આવી હતી પ્રકાશમાં !

શરૂઆતથી જ જિદ્દી અને જક્કી રહી છે મમતા : એક નેતા ઉપર ગાડી ચઢાવી દઈને આવી હતી પ્રકાશમાં !

ન્યૂઝ18 ગુજરાતી :

પશ્ચિમ બંગાળમાં પોલીસ અને સીબીઆઈ (CBI) વચ્ચે શરુ થયેલા ગજગ્રાહના લીધે બંધારણીય કટોકટી ઉભી થઇ શકે છે. મુખ્યમંત્રી મમતા બેનરજી કેન્દ્ર સરકાર અને સીબીઆઈના વલણ સામે 'ધરણાં' ઉપર બેસી ગયા છે. દેશના ઇતિહાસમાં એવું સૌ પ્રથમ વખત બની રહ્યું છે કે કોઈ કેન્દ્રીય તપાસ સંસ્થાના પાંચ અધિકારીઓની રાજ્યની પોલીસે અટયકાયત કરી લીધી હોય ! મમતા બેનરજીએ આ સમગ્ર મામલે ભાજપ અને વડાપ્રધાન મોદીને જ કઠેડામાં ઉભા કરી દીધા છે.

મમતા બેનરજીના રાજનૈતિક ઇતિહાસ ઉપર નજર નાખીયે તો સમજાઈ જશે કે આ 'બંગાળી વાઘણ' જેવી મહિલાએ ગમે તેવા મોટા નેતા સામે ટક્કર લેતા મુંઝાણી નથી.



ગાડી ઉપર ચઢી ગયા હતા મમતા

મમતાએ ભલે તેની રાજનૈતિક કારકિર્દીનો પ્રારંભ કોંગ્રેસથી કર્યો હોય, પરંતુ સમય જતા તેણે જ બંગાળ કોંગ્રેસને પુરી કરી નાખવામાં કશું જ બાકી નહોતું રાખ્યું ! મમતાને જયારે કોઈ જાણતું પણ નહોતું ત્યારે તે બંગાળ કોંગ્રેસની યુવા નેતા હતી. તે સમયે તેણે 'સમાજવાદી આંદોલન' ના નેતા જયપ્રકાશ નારાયણની ગાડીના બોનેટ ઉપર ચઢીને વિરોધ નોંધાવ્યો હતો. મમતાના આ કારનામા રાષ્ટ્રીય રાજનીતિના ઇતિહાસમાં નોંધાયેલા છે.

મમતા બેનરજી તેના શાળા જીવનથી જ રાજનીતિ સાથે જોડાઈ. 1970ના દાયકામાં જ તેને રાજ્ય મહિલા કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.  આ સમયે તે કોલેજમાં અભ્યાસ કરતા હતા. મમતાના પિતાજી સ્વતંત્ર સેનાની હતા. મમતા જયારે ખુબ નાના હતા ત્યારે તેમના પિતાજીનું મૃત્યુ થયું. કહેવાય છે કે, ગરીબી અને સંઘર્ષના દિવસોમાં તેને દૂધ વેંચવાનું કામ પણ કર્યું. તેની વિધવા માતા અને નાના ભાઈ-બહેનોને મદદ કરવા માટે આ સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નહોતો.

દક્ષિણ કોલકાતાના જોગમાયા દેવી કોલેજમાંથી મમતાએ ઇતિહાસ વિષય સાથે બીએ (ઓનર્સ)ની ડિગ્રી મેળવી અને કોલકાતા યુનિવર્સિટીમાંથી તેમણે ઇસ્લામિક ઇતિહાસમાં માસ્ટર્સ કર્યું. શ્રીશિક્ષાયતન કોલેજમાંથી મમતાએ બીએડ પૂરું કરી કોલકાતાની જોગેશચંદ્ર ચૌધરી લૉ કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો.

 સોમનાથની હાર અને મમતાનો ઉદય 

મમતા બેનરજીની સક્રિય રાજનીતિની સફર 1970માં શરુ થઇ જયારે તેઓ  કોંગ્રેસ પક્ષની કાર્યકર બન્યા. 1976થી 1980 સુધી તેઓ મહિલા કોંગ્રેસના મહાસચિવ બન્યા. 1984માં મમતાએ જાદવપુર લોકસભા બેઠક ઉપરથી માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ના વરિષ્ટ નેતા સોમનાથ ચેટર્જીને હરાવીને સૌને ચોંકાવી દીધા। આ જીતથી મમતા દેશના સુધી યુવા સાંસદ બની ગયા.



 ..માલિની સામે મમતા હાર્યા !

સોમનાથ ચેટર્જી સામે જીત મેળવીને મમતા અખિલ ભારતીય યુવા કોંગ્રેસના મહાસચિવ બની ગયા. પરંતુ 1989માં કોંગ્રેસ વિરોધી લહેરના કારણે તેમણે જાદવપુર બેઠક ઉપરથી માલિની ભટ્ટાચાર્ય સામે હારનો સામનો કરવો પડ્યો. જો કે, ત્યારબાદ 1991માં તેમણે દક્ષિણ કોલકાતા લોકસભા સીપીએમના બિપલબ દાસગુપ્તાને હરાવ્યા અને ત્યાર પછી સતત 1996, 1998, 1999, 2004 અને 2009માં આ બેઠક ઉપરથી તેઓ લોકસભામાં જીતતા રહ્યા.

કોંગ્રેસથી અલગ થયા અને તૃણમૂલ કોંગ્રેસનો જન્મ

1991માં કોલકાતાથી જીત્યા બાદ મમતાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા. તેઓ નરસિંહરાવ સરકારમાં માનવસંસાધન વિકાસ, યુવા બાબતો અને મહિલા તેમજ બાળવિકાસ વિભાગના રાજ્યમંત્રી બન્યા. આ સરકારમાં જ તેમને ખેલમંત્રીનો પદભાર સોંપાયો. પરંતુ ખેલમંત્રી તરીકે દેશમાં રમતગમતની સ્થિતિને સુધારવાની બાબતે તેમને સરકાર સાથે મતભેદ થતા તેમણે રાજીનામુ ધરી દીધું.

એપ્રિલ 1996-97માં તેમણે કોંગ્રેસ ઉપર આક્ષેપ મુક્યો કે, કોંગ્રેસ સીપીએમની કઠપૂતળી છે! આ આરોપ સાથે જ તેણે 1997માં કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો. આ પછીના વર્ષે જ એટલે કે 1 જાન્યુઆરી, 1998માં મમતાએ 'અખિલ ભારતીય તૃણમુલ કોંગ્રેસ' (TMC)ની સ્થાપના કરી અને આ પક્ષની તેઓ અધ્યક્ષા બની. 1998માં લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે (TMC) આઠ બેઠકો જીતી લઈને કોંગ્રેસ અને સીપીએમની પડકાર ફેંક્યો.



રીતે શરુ થયો ભાજપનો વિરોધ

2001 ના પ્રારંભે ભાજપ વિરુદ્ધ થયેલા એક સ્ટિંગમાં થયેલા ખુલાસાઓ બાદ મમતા નારાજ થયા અને તેમણે પોતાની પાર્ટીને એનડીએથી અલગ કરી લીધી. જો કે જાન્યુઆરી, 2004માં કોઈ કારણ બતાવ્યા વિના જ તેઓ એનડીએ સરકારમાં શામેલ થયા. 20 મે, 2004મા થયેલી સામાન્ય ચૂંટણીઓમાં તૃણમૂલ તરફથી તેઓ જ માત્ર ચૂંટણી જીતી શકવામાં સફળ રહ્યા. આ વખતે તેમણે કોલસા-ખાણનું મંત્રાલય મળ્યું. 20, ઓકોટબેર, 2005માં મમતાએ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સરકાર વિરુદ્ધ ઔદ્યોગિક વિકાસના નામે ખેડૂતોની ઉપજાવ જમીન ઉપર કબ્જો કરવાની સામે લડત આરંભી.

મમતાને લાગ્યો ઝાટકો

વર્ષ-2005માં મમતાને મોટું રાજનૈતિક નુકસાન વેઠવું પડ્યું. તેની પાર્ટીએ કોલકાતા નગર નિગમ ઉપરથી સત્તા ગુમાવી દીધી અને તેના પક્ષના મેયરે પાર્ટી છોડી દીધી. 2006માં વિધાનસભા ચૂંટણીમાં પણ તૃણમૂલ કોંગ્રેસના અડધાથી વધારે ધારાસભ્યો હારી ગયા. નવેમ્બર, 2006માં મમતાને સિંગુરમાં 'ટાટા મોટર્સ' ના પ્રસ્તાવિત કારના પ્રોજેક્ટ સ્થળ ઉપર જતા જબરદસ્તીથી રોકવામાં આવ્યા. આ બાબતનો તેમણે ભરપૂર વિરોધ કર્યો, તેમની પાર્ટીએ વિરોધ અને ધરણાં સાથે હડતાલ કરી.



2009ની લોકસભા ચૂંટણી પહેલા મમતાએ ફરી એક વખત યુપીએ સાથે જોડાણ કરી લીધું. આ જોડાણને 26 બેઠકો મળી અને મમતા બેનરજી ફરી એકવખત કેન્દ્રીય મંત્રીમંડળમાં શામેલ થયા. ફરી એકવખત તેમને 'રેલમંત્રી' નો પદભાર મળ્યો. મમતાનો આ કાર્યકાળ તેમની લોકલુભાવન જાહેરાતો અને યોજનાઓ માટે જાણીતો છે. 2010માં નગરીય ચૂંટણીઓમાં તૃણમૂલ ફરી એકવખત બાજી મારી ગયું અને કોલકાતા મહાનગરપાલિકા ઉપર કબ્જો જમાવ્યો !

મમતાની જીત અને યુપીએથી અંતર

વર્ષ-2011માં ટીએમસીએ "માં, માટી, માનુષ" ના નારા સાથે વિધાનસભા ચૂંટણીઓમાં ઝંપલાવ્યું. આ ચૂંટણીમાં મમતાએ ભારે બહુમતી મેળવી અને તેઓ રાજ્યના મુખ્યમંત્રી બની ગયા. આ જીતની સાથે 34 વર્ષથી પશ્ચિમ બંગાળ ઉપર ચાલ્યો આવતી ડાબેરીઓની સત્તાનો અંત આવ્યો. મમતાની પાર્ટીએ રાજ્ય વિધાનસભાની 294 પૈકી 184 બેઠકો ઉપર જીત મેળવી.18 સપ્ટેમ્બર, 2012માં મમતાએ યુપીએને આપેલું સમર્થન પાછું ખેંચ્યું.આ પછી નંદિગ્રામની હિંસા થઇ. સ્પેશ્યિલ ઇકોનોમિક ઝોન (SEZ) વિકસિત કરવા અહીં ગામલોકો પાસેથી જમીનો પડાવી લેવાની વાત હતી.

માઓવાદીના સમર્થનમાં ગ્રામજનોએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો પરંતુ ગ્રામજનો અને પોલીસ વચ્ચે ફરી નીકળેલી હિંસક અથડામણમાં 14 લોકોના મૃત્યુ થઇ ગયા. મમતાએ તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ અને ગૃહ મંત્રી શિવરાજ પાટીલને સીપીઆઇ સમર્થકોની હિંસક પ્રવૃત્તિઓને ડામવા જણાવ્યું. સમય જતા, સરકારે આ યોજનાઓ પડતી મૂકી અને હિંસક વિરોધો પણ શમ્યા. દરમિયાનમાં કેન્દ્ર અને કોંગ્રેસથી તેમના મતભેદો શરુ થઈ ગયા.

 કેમ રહ્યા આજીવન કુંવારા ?

એક સવાલ વારેવારે ઉદ્ભવે કે, મમતા બેનરજીએ શા માટે લગ્ન ન કર્યું ? વાત જાણે એમ છે કે, તેમના ઉદામ સ્વભાવના કારણે મમતા હંમેશા સામાજિક પરંપરાઓના વિરોધી રહ્યા। જિંદગીભર સમાજસેવાનો ભેખ ધારણ કરવાનો નિર્ણય લીધો હોઈ, તેમણે આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય લીધો.

સફેદ સાડી શા માટે ?

ઘણુંખરું મમતા બેનરજી સફેદ અથવા ભૂરા રંગની સાડીમાં જ જોવા મળે છે. આ હકીકત પાછળનું કારણ એ છે કે તેમણે જયારે નવ વર્ષની ઉંમરે પિતાનું મૃત્યુ થતું જોયું ત્યારે તેમની સ્થિતિ અત્યંત દારુણ હતી. આ ગરીબીએ તેમને  રંગો અને કપડાના શોખથી દૂર રાખ્યા. આજે પણ જો તમે મમતાના ઘરે જાઓ તો તે પાણી અને મમરાથી જ તમારું સ્વાગત કરશે !
First published:

Tags: સીબીઆઇ

विज्ञापन