Home /News /politics /

આ 14 રાજ્યોની 400થી વધારે સીટો પર BJPને ટક્કર આપવાની તૈયારીમાં સંયુક્ત વિપક્ષ

આ 14 રાજ્યોની 400થી વધારે સીટો પર BJPને ટક્કર આપવાની તૈયારીમાં સંયુક્ત વિપક્ષ

    લોકસભા ચૂંટણી 2019ને લઈને બીજેપીની છાવણીમાં વધુ હલચલ જોવા મળી રહી છે. બીજેપી અધ્યક્ષ 'જનસંપર્ક અભિયાન' હેઠળ એક-એક કરીને બધા જ બીજેપી શાસિત રાજ્યોનો પ્રવાસ કરી રહ્યાં છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ બીજેપી વિરૂદ્ધ ચૂંટણી પહેલા ગઠબંધન બનાવવાની કોશિશમાં છે. જો કે, સંયુક્ત વિપક્ષનો નેતા કોણ હશે? વિપક્ષ પાર્ટીઓ એક થઈને બીજેપી વિરૂદ્ધ એક થઈને સંયુક્ત ઉમેદવાર ઉતારવા માંગે છે.

    સંયુક્ત વિપક્ષની નજર 14 રાજ્યોની 400થી વધારે સીટો પર છે. આનાથી મોટાભાગના રાજ્યોમાં બીજેપી અને તેમના સહયોગી દળોએ 2014માં અભૂતપૂર્વ સફળતા મેળવી હતી. આ સફળતા મતોના વિભાજનના કારણે મળી હતી. તેથી આ વખતે વિપક્ષી પાર્ટીઓ એક થઈને બીજેપી સાથે મુકાબલો કરવાની છે.

    સંયુક્ત વિપક્ષ આ 14 રાજ્યોની 400 લોકસભા સીટો પર બીજેપીને માત આપવા માટે મહેનત કરી રહ્યું છે. આ રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધપ્રદેશ, બિહાર, કર્ણાટક,મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઝારખંડ છે. સીટોને લઈને વાત કરીએ તો લોકસભાની ઉત્તર પ્રદેશ 80, પશ્ચિમ બંગાળમાં 42, આંધ્ર પ્રદેશમાં 42, બિહારમાં 40, કર્ણાટકમાં 28, મહારાષ્ટ્રમાં 48, ઝારખંડમાં 14, મધ્યપ્રદેશમાં 29, છત્તીસગઢમાં 11, રાજસ્થાનમાં 25, ગુજરાતમાં 26, ઉત્તરાખંડમાં 5, પંજાબમાં 13 હરિયાણામાં 10 અને હિમાચલ પ્રદેશમાં 4 સીટો છે.

    આ 6 રાજ્યોમાં બીજેપી-કોંગ્રેસમાં સીધી ટક્કર

    છ રાજ્યોની 100 લોકસભા સીટો પર કોંગ્રેસ અને બીજેપીમાં સીધી ટક્કર છે. જોકે મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાનમાં કોંગ્રેસના બીએસપી સાથે ગઠબંધનના સમાચાર આવી રહ્યાં છે પરંતુ ઔપચારિક રૂપે હજુ સુધી કોઈ વાત સામે આવી નથી. બીજો તથ્ય તે પણ છે કે, મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાનમાં આ વર્ષના અંત સુધી વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. ત્રણેય રાજ્યોમાં બીજેપીની પાછલા દોઢ દશકથી સરકાર છે. એવામાં કોંગ્રેસને સત્તા વિરોધી લહેરનો લાભ મળી શકે છે.

    સીટની વહેંચણીને લઈને નથી બની રહી વાત

    બીજેપીને હરાવવા માટે બધી જ વિપક્ષી પાર્ટીઓ એક થવાનો પ્રયત્ન જરૂર કરી રહી છે પરંતુ સીટોની વહેંચણીને લઈને સ્પષ્ટ રૂપે તેમનામાં પણ એકમત થઈ રહ્યો નથી. ઉત્તર પ્રદેશમાં સપા-બસપા વચ્ચે હાલમાં જે સીટ શેયરિંગનો ફોર્મૂલા બતાવવામાં આવી રહ્યો છે તે અનુસાર બંને પાર્ટીઓ 40-40 સીટો પર લડશે. સપા, પોતાના ખાતાઓમાંથી કોંગ્રેસને 10 સીટો આપીને જ્યારે બસપા અન્ય સહયોગી પક્ષોને પોતાના ખાતામાંથી સીટો આપશે. જોવાનું રહ્યું કે, શું કોંગ્રેસ 10 સીટો માટે તૈયાર થાય છે કે નહી.

    જ્યારે, કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ-બસપાનું ગઠબંધન લોકસભા ચૂંટણી મળીને લડશે. બીજેપી માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. વાત મહારાષ્ટ્રની કરીએ તો અહી કોંગ્રેસ અને એનસપીમાં ગઠબંધન લગભગ ફાઈનલ થઈ ગયું છે. બિહારમાં આરજેડી અને કોંગ્રેસનું ગઠબંધન પહેલાથી જ છે. જીતનરામ માંઝી પણ આરજેડી સાથે છે. જોકે, આરજેડી અને કોંગ્રેસમાં સીટોની વહેંચણીને લઈને થોડી ખેંચતાણ જોવા મળી રહી છે. તમિલનાડૂમાં પણ ડીએમકે અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડી શકે છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: 2018 elections

    આગામી સમાચાર