Home /News /politics /

માતાનુ દૂધ પીધુ હોય તો, અનામત દુર કરી બતાવોઃ લાલુ યાદવ

માતાનુ દૂધ પીધુ હોય તો, અનામત દુર કરી બતાવોઃ લાલુ યાદવ

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના અનામત અંગેના નિવેદન પર આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે ટ્વીટર પર ટ્વીટ કરતા કહ્યું કે, જો માંનુ દૂધ પીધું હોય તો અનામત દુર કરીને બતાવો? તેઓએ કહ્યું કે, આથી ખબર પડશે કોનામાં કેટલી તાકાત છે.

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના અનામત અંગેના નિવેદન પર આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે ટ્વીટર પર ટ્વીટ કરતા કહ્યું કે, જો માંનુ દૂધ પીધું હોય તો અનામત દુર કરીને બતાવો? તેઓએ કહ્યું કે, આથી ખબર પડશે કોનામાં કેટલી તાકાત છે.

  • IBN7
  • Last Updated :
બિહાર# આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના અનામત અંગેના નિવેદન પર આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે ટ્વીટર પર ટ્વીટ કરતા કહ્યું કે, જો માંનુ દૂધ પીધું હોય તો અનામત દુર કરીને બતાવો? તેઓએ કહ્યું કે, આથી ખબર પડશે કોનામાં કેટલી તાકાત છે.

twit1

લાલુએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આરએસએસ અને બીજેપી અનામત સમાપ્ત કરવા માટે કેટલા પણ સુનિયોજિત વાતાવરણ બનાવી લે, દેશના 80 ટકા દલિત અને પછાત વર્ગ એનો જડબાતોડ જવાબ આપશે. લાલુએ કહ્યું કે, તમે (આરએસએસ) અનામત દુર કરવા ઇચ્છો છો, અને અમે આને વસ્તીના પ્રમાણમાં વધારીશું.

twit2

લાલુએ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, કહેવાતા ચા વિક્રેતા બતાવે અને તાજેતરમાં પછાત બન્યા મોદી બતાવે કે, તેઓ તેમના આકા મોહન ભાગવતના કહેવાથી અનામત સમાપ્ત કરશે કે નહીં?

twit3

ઉલ્લેખનીય છે કે, અનામત પર રાજકારણ અને તેના દૂર ઉપયોગનો આરોપ લગાવતા સંઘ પ્રમુખ મોહન ભાગવતે મોદી સરકારને એક કમિટી રચવા માટે સલાહ આપી છે. જે એ નક્કી કરશે કે કેટલા લોકોને અને કેટલા દિવસો સુધી અનામત મળવું જોઇએ. મોહન ભાગવતે કહ્યું કે, એવી કમિટીમાં નેતાઓથી વધુ સેવાભાવ રાખનાર લોકોને પ્રધાન્ય મળવું જોઇએ.

થોડા દિવસોથી ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અને હરિયાણા અને રાજસ્થાનમાં ગુર્જર સહિત ઘણા ક્ષેત્રોમાં ઘણી જ્ઞાતિઓમાં અનામત માટે વધતી માંગ પર ચિંતા વ્યક્ત કરતા સંઘ પ્રમુખ મોહન ભાગવતે પોતાના આરએસએસના મુખપત્રો પાંચજન્ય અને ઓર્ગેનાઇઝરમાં આપેલા ઇન્ટરવ્યૂંમાં આ વાત કરી હતી.

તેઓએ કહ્યું કે, બંધારણમાં સામાજિક રૂપથી પછાત વર્ગ પર આધારિત અનામત નીતિની વાત છે, તો એ એવી હોય તેવી બંધારણકારોના મનમાં હતી. જો તેજ રીતે ચલાવ્યું હોત તો આજે આ પ્રશ્નો ઉભા ન થયા હોત. તેના રાજકારણના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું કે, અમારૂ કહેવું છે કે, એક કમિટી બનાવી દો, જે રાજકીય પ્રતિનિધિઓને પણ સાથે લઇને ચાલે, પરંતુ આમાં ચાલે એની કે જે સેવાભાવી હોય. તેમને નક્કી કરવા દો કે કેટલા લોકોના માટે અનામત જરૂરી છે અને કેટલા દિવસ તેની જરૂરીયાત રહેશે.
First published:

Tags: અનામત માંગ, આરએસએસ, કમિટી, નિવેદન, નિશાન, પીઅેમ નરેન્દ્ર મોદી, રાજકારણ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन