Home /News /politics /

કચરો ઉઠાવવામાં સુખ શાંતિ છે તો મોદી કેમ નથી ઉઠાવતા, RSS નફરતની ફેક્ટરી : લાલુ

કચરો ઉઠાવવામાં સુખ શાંતિ છે તો મોદી કેમ નથી ઉઠાવતા, RSS નફરતની ફેક્ટરી : લાલુ

બિહાર ચૂંટણીને પગલે ગરમાયેલા રાજકારણમાં બીફ મામલે આપેલા એક નિવેદનથી ફસાયેલા લાલુ પ્રસાદ યાદવે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા છએ. લાલુએ અનામત મુદ્દાને લઇને પણ મોદી સામે સવાલો ઉઠાવ્યા હતા તો ફરી એક વખતે તેમણે કહ્યું કે, જો કચરો ઉઠાવવામાં સુખ શાંતિ મળતી હોય તો મોદી કેમ ઉઠાવતા નથી.

બિહાર ચૂંટણીને પગલે ગરમાયેલા રાજકારણમાં બીફ મામલે આપેલા એક નિવેદનથી ફસાયેલા લાલુ પ્રસાદ યાદવે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા છએ. લાલુએ અનામત મુદ્દાને લઇને પણ મોદી સામે સવાલો ઉઠાવ્યા હતા તો ફરી એક વખતે તેમણે કહ્યું કે, જો કચરો ઉઠાવવામાં સુખ શાંતિ મળતી હોય તો મોદી કેમ ઉઠાવતા નથી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
પટના # બિહાર ચૂંટણીને પગલે ગરમાયેલા રાજકારણમાં બીફ મામલે આપેલા એક નિવેદનથી ફસાયેલા લાલુ પ્રસાદ યાદવે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા છે. લાલુએ અનામત મુદ્દાને લઇને પણ મોદી સામે સવાલો ઉઠાવ્યા હતા તો ફરી એક વખતે તેમણે કહ્યું કે, જો કચરો ઉઠાવવામાં સુખ શાંતિ મળતી હોય તો મોદી કેમ ઉઠાવતા નથી.

આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે અનામતના મુદ્દે પણ મોદી સામે આકરા સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, મોદી કેમ આ મામલે હજુ કંઇ બોલતા નથી. શું એમનું મૌન એ અનામત ખતમ કરવા માટેની મૌન સહમતી છે.

લાલુએ વધુમાં કહ્યું કે, મોદી ભાગવતના નિવેદનની ટીકા કરે કાં તો મોહન ભાગવતને બહાર કરે. લાલુએ પુછ્યું કે, મોહન મોટા છે કે તમે? બહાર નહીં કર્યા તો સ્પષ્ટ છે કે, તે પોતાના ગુરૂની વાત માનીને દેશના 80 ટકા પછાત લોકોને ગળે ટૂંપો દેવા ઇચ્છી રહ્યા છે. લાલુએ કહ્યું કે, મોદી શરૂઆતથી જ દલિત વિરોધી છે. 2007માં પ્રકાશિત પોતાની કર્મ યોગ પુસ્તકમાં દલિત વિરોધી માનસિકતાનો પણ પરિચય આપ્યો જ છે.

લાલુએ કહ્યું કે, શું એમના પુસ્તકમાં મોદીનું કહેવું મેલું ધોવું, કચરો ઉપાડવા જેવા ઇત્યાદિ કામો શું દલિતો પોતાની મરજીથી આ કરે છે. કારણ કે એનાથી દલિતને આધ્યાત્મિક સુખ શાંતિ મળે છે. દલિત ભાઇઓ મોદીથી પુછવા ઇચ્છે છે કે, જો મળમૂત્ર સાફ કરવાથી અને કચરો ઉપાડવાથી સુખ શાંતિ મળતી હોય તો મોદી કેમ આ કામ કરતા નછી અને મોહનજી થી પણ કરાવે.

લાલુએ કહ્યું કે, કાશી વિશ્વનાથ મંદિરમાં દલિતોના પ્રવેશ માટે લખ્યું છે કે, જો કોઇ દલિત નેતા મંદિર આવે છે તો એનો વિરોધ યોગ્ય છે. વડાપ્રધાન પણ સમજી જાય, જેટલા દિવસો તમારા હતા તે હવે પુરા થઇ ગયા. ગાયનું ગોબર અમારા માટે ચંદન છે શું મોદીએ ક્યારેય ગોબર ઉપાડ્યું છે?

વધુમાં લાલુએ કહ્યું કે, RSS નફરત ફેલાવનારી ફેક્ટરી છે. મોદીજીએ એ જણાવે કે તમે બોલો છો કે અમે દલિતો પછાત છીએ તો વસ્તીના કારણે તો અમારૂ અનામત વધારી દો. અમારી અનામતની માંગને પુરી કરો.
First published:

Tags: આરએસએસ, નરેન્દ્ર મોદી, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन