Home /News /politics /

મોદીને છઠ્ઠીનું દૂધ યાદ કરાવીશું : લાલુ યાદવ

મોદીને છઠ્ઠીનું દૂધ યાદ કરાવીશું : લાલુ યાદવ

આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે મંગળવારે બિહાર વિધાનસભા ચૂંટણીના પાંચમા અને અંતિમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દેવાની વાત કરી હતી.

આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે મંગળવારે બિહાર વિધાનસભા ચૂંટણીના પાંચમા અને અંતિમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દેવાની વાત કરી હતી.

  • News18
  • Last Updated :
પટના # આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે મંગળવારે બિહાર વિધાનસભા ચૂંટણીના પાંચમા અને અંતિમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દેવાની વાત કરી હતી.

પૂર્વ કેન્દ્રિય મંત્રી લાલુ પ્રસાદ યાદવે પટનામાં પત્રકારો સાથે ચર્ચા કરતાં મોદીની સોમવારની ચૂંટણી સભા દરમિયાન લાલુ અને નિતિશના છ દિવસ બાકી રહ્યા હોવા અંગેના નિવેદન સામે વળતો પ્રહાર કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદી આવે છે અને આડુઅવળું બોલીને ચાલ્યા છે. મત ગણતરીના હવે પાંચ દિવસ બાકી છે, આ પાંચ દિવસોમાં છઠ્ઠીનું દૂધ યાદ કરાવીશું.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય મંત્રી રાજીવ પ્રતાપ રૂડીએ લાલુના આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, લાલુજી રાજકારણમાં અંતિમ શ્વાસ લઇ રહ્યા છે અને અંતમાં જીભ પર નિયંત્રણ રાખી શકતા નથી. લાલુજીના પણ કંઇક આવા જ હાલ છે. આમ તો આ લાલુજીની જુની આદત રહી છે.

તો ભાજપા નેતાઓ અને લાલુ પ્રસાદના નજીકના રામપાલ યાદવે કહ્યું કે, જનતા છઠ્ઠીનું દૂધ દેવડાવા માટે બેઠી છે. તમે જોજો, કોણ કોને છઠ્ઠીનું દૂધ યાદ કરાવે છે.

અહીં નોંધનિય છે કે, વડાપ્રધાન સોમવારે બિહારમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા. એ વખતે તેમણે કહ્યું હતું કે, બિહારમાં હવે લાલુ અને નિતિશના છ દિવસ બાકી રહી ગયા છે. બિહાર વિધાનસભા ચૂંટણીના પાંચમા અને અંતિમ તબકકામાં મતદાન ગુરૂવારે થવાનું છે.
First published:

Tags: નિતિશકુમાર, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन