Home /News /politics /

મોદીના DNA અંગેના નિવેદન મુદ્દે બિહારમાં બબાલ, નિતિશ-લાલુના આકરા પ્રહાર

મોદીના DNA અંગેના નિવેદન મુદ્દે બિહારમાં બબાલ, નિતિશ-લાલુના આકરા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિતિશકુમારનો ડીએનએ ખરાબ છે અંગેના નિવેદનને લઇને બિહારમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાનના આ નિવેદનને પગલે નિતિશ-લાલુ છાવણી ભારે ઉશ્કેરાઇ છે. નિવેદન પરત લેવામાં આવે એ માંગને લઇને મહાઅભિયાનનો શંખનાદ કરાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિતિશકુમારનો ડીએનએ ખરાબ છે અંગેના નિવેદનને લઇને બિહારમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાનના આ નિવેદનને પગલે નિતિશ-લાલુ છાવણી ભારે ઉશ્કેરાઇ છે. નિવેદન પરત લેવામાં આવે એ માંગને લઇને મહાઅભિયાનનો શંખનાદ કરાયો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિતિશકુમારનો ડીએનએ ખરાબ છે અંગેના નિવેદનને લઇને બિહારમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાનના આ નિવેદનને પગલે નિતિશ-લાલુ છાવણી ભારે ઉશ્કેરાઇ છે. નિવેદન પરત લેવામાં આવે એ માંગને લઇને મહાઅભિયાનનો શંખનાદ કરાયો છે.

એનડીએ સાથે લડવા માટે હવે આરજેડી અને જેડીયૂએ સંયુક્ત પ્રચાર અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે આ અંગે બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરશે.

ડીએનએ અંગેના નિવેદન મામલે બંને પાર્ટીઓ હવે શબ્દ પરત લેવામાં આવે એ અભિયાન શરૂ કરવા જઇ રહ્યા છે. આ અભિયાન અંતગર્ત પ્રથમ તબક્કામાં રાજ્યભરમાં 50 લાખ લોકોના હસ્તાક્ષર અભિયાન કરાશે. બાદમાં આ સહી સાથેના પત્રને વડાપ્રધાન સમક્ષ મોકલાશે.

ઉપરાંત વડાપ્રધાન સમક્ષ ડીએનએ ટેસ્ટ માટે 50 લાખ સેમ્પલ મોકલવાની પણ બંને રાજકીય પક્ષો દ્વારા પ્લાન ઘડાઇ રહ્યો છે. સંયુક્ત અભિયાનના પ્રથમ તબક્કામાં 29 ઓગષ્ટે પટણાના ગાંધી મેદાનમાં સ્વાભિમાન રેલીનું આયોજન કરાયું છે.

આ સમગ્ર અભિયાનનું એલાન કરતાં નિતિશ અને લાલુની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. અહીં નોંધનિય છે કે, મુફફપુર રેલીમાં વડાપ્રધાને નિતિશકુમાર સામે પ્રહાર કરતાં કહ્યું હતું કે, એમનો ડીએનએ ટેસ્ટ ખરાબ છે.

નિતિશકુમારે આ મુદ્દે ટ્વિટ કર્યું કે, ડીએનએ અંગેનું મોદીજીનું નિવેદન બિહાર અને બિહારના લોકોનું અપમાનજનક છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે હવે આ અંગેનો ફેંસલો જનતાની અદાલતમાં થશે. શબ્દ પરત લેવા અંગેના મહાઅભિયાનમાં ઓછામાં ઓછા 50 લાખ બિહારના લોકોના હસ્તાક્ષર લેવાશે અને ડીએનએ ટેસ્ટ માટે પોતાના સેમ્પલ મોદીને મોકલાશે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, નિતિશ કુમાર, બિહાર ચૂંટણી, રાજકારણ, લાલુ પ્રસાદ યાદવ, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन