કૃષ્ણા કુમારી બની પાકિસ્તાનની પહેલી હિંદુ મહિલા સેનેટર

39 વર્ષની કૃષ્ણા કુમારી પાકિસ્તાન પિપિલ્સપાર્ટીની (પીપીપી) ઉમેદવાર છે

39 વર્ષની કૃષ્ણા કુમારી પાકિસ્તાન પિપિલ્સપાર્ટીની (પીપીપી) ઉમેદવાર છે

 • Share this:
  કરાંચી: પાકિસ્તાનમાં પહેલી વખથ હિન્દુ દલિત મહિલા કૃષ્ણા કુમારી કોહલી સાંસદ સેનેટર તરીકે ચૂંટાઇ છે. તે પહેલી મહિલા હિન્દુ (દલિત) છે. 39 વર્ષની કૃષ્ણા કુમારી પાકિસ્તાન પિપિલ્સપાર્ટીની (પીપીપી) ઉમેદવાર છે.

  પાકિસ્તાનમાં સામાન્ય રીતે અમીર લોકોને ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવે છે. પરંતુ પહેલી વાર પાકિસ્તાને એક ગરીબ મહિલાને ટિકિટ આપી છે. કૃષ્ણા કુમારીએ કહ્યું કે મેં ક્યારેય નહતું વિચાર્યું કે હું સાંસદ બનીશ. હું પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની આભારી છું. હું નબળા કચડાયેલા લોકો માટે કામ કરીશ.

  કોણ છે કૃષ્ણા કુમારી?
  કૃષ્ણાનો જન્મ 1979માં સિંઘના નગરપારકર જિલ્લાના એક અતંરીયાળ ગામડામાં થયો હતો. કૃષ્ણા સ્વાતંત્ર્ય સેનાની રૂપલો કોહલીના પરિવારની સંબંધી છે. કૃષ્ણા એક સામાજીક કાર્યકર્તા છે. કૃષ્ણા પોતાના ભાઈની સાથે
  એક કાર્યકર્તા તરીકે પીપીપી સાથે જોડાયેલી છે.

  ઘણી જ ગરીબીમાં જીવન વીત્યું
  કૃષ્ણાનો જન્મ એક બહું જ ગરીબ પરિવારમાં થયો હતો. તેમના પરિવારના લોકોને એક જમીનદારે અંગત જેલમાં લગભગ ત્રણ વર્ષ સુધી બંધ રાખ્યા હતાં. 16 વર્ષની ઉંમરમાં જ તેમના લગ્ન થઈ ગયાં. ત્યારે તે નવમાં ધોરણમાં ભણતી હતી. જો કે તેણે લગ્ન પછી પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને 2013માં તેણે સિંધઈ યુનિવર્સિટીમાંથી સોશિયોલોજી વિષયમાં માસ્ટરની ડિગ્રી મેળવી.
  Published by:Margi Pandya
  First published: