નવી દિલ્હી #યૂપીમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની નાવ પાર કરાવવા મથી રહેલા પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દેવરિયામાં કદમ રાખતાં તેઓ ઘણા જોશમાં દેખાતા હતા. પરંતુ રાહુલની ખાટલા પંચાયતમાં પ્રથમ તબક્કામાં જ કોંગ્રેસને ફજેતીનો સામનો કરવો પડ્યો છે.
વાત જાણે એમ છે કે દેવરિયામાં રાહુલ ગાંધીની ખાટલા પરિષદ પુરી થઇ અને તે ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા માટે આગળ વધ્યા તો ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા.
રાહુલ ગાંધીની ખાટલા પર ચર્ચા માટે દિલ્હીથી 1500 ખાટલા દેવરિયા લવાયા હતા. જોકે જેવી બેઠક પુરી થઇ કે તરત જ લોકો ખાટલા લઇ ચાલતા થયા હતા. આ દ્રશ્યોને મીડિયાએ કેમેરામાં કેદ પણ કર્યા. આમ છતાં લોકો શરમ રાખ્યા વિના ચાલતા જ રહ્યા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર