Home /News /politics /

કર્ણાટક ઈલેક્શન : કેવી રીતે બચશે યેદિયુરપ્પા સરકાર, આ રહ્યો બીજેપીનો માસ્ટરપ્લાન?

કર્ણાટક ઈલેક્શન : કેવી રીતે બચશે યેદિયુરપ્પા સરકાર, આ રહ્યો બીજેપીનો માસ્ટરપ્લાન?

  બીજેપી કર્ણાટકને દક્ષિણ ભારતના પ્રવેશ દ્વારની જેમ જોઈ રહી છે. અહી સરકાર બનાવવા માટે બીજેપી અને બીએસ યેદિયુરપ્પાને આઠ ધારાસભ્યોની જરૂરત છે. આઠનો આંકડો મેળવ્યા બાદ જ તેઓ વિધાનસભામાં બહુમતી સાબિત કરી શકશે. સુપ્રીમ કોર્ટે તેમને શપથ લેવાની પરવાનગી તો આપી દીધી પરંતુ હજુ 112 આંકડાનો મેજિક નંબર પર ગ્રહણ વિચાર વિમર્સ અને નિર્ણય થવો બાકી છે.

  શું હશે બીજેપીની રણનીતિ ?

  જો કર્ણાટ સરકારને 'C/O બેલ્લારી' માનવામાં આવે, તો રેડ્ડી બંધુઓ અને તેમના સહયોગી 'ઓપરેશન લોટસ'ને ચોક્કસ રિપીટ કરવા ઈચ્છશે. 2008નું તે ઓપરેશન જે રેડ્ડી બંધુઓએ મોટી સફળતા સાથે પૂરો કર્યો હતો. ત્યારે કોંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું હતું. ત્યાર બાદ યેદિયુરપ્પા માટે બહુમતી મેળવવી સરળ થઈ ગઈ હતી. આમાંથી સાત લોકોએ ત્યારે બીજેપીની ટીકિટ પર ચૂંટણી લડી અને તેમાંથી પાંચ લોકોએ જીતી પણ લીધી. એવું કહેવામાં આવે છે કે, તે આખી ડિલ રેડ્ડી ગ્રુપ દ્વારા કરાવવામાં આવી હતી.

  તે સમયને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવે છે. યેદિયુરપ્પા 2008થી લઈને 2011 સુધી મુખ્યમંત્રી રહ્યાં, ત્યારે 'માઈનિંગ બેરોન' ગણાતા જી. જર્નાદન રેડ્ડી કહેતા ફરતા હતા કે, બીએસવાઈ તો બેંગ્લુરૂના સીએમ છે, હું બેલ્લારીનો સીએમ છું.  તે ઘટના પરથી એક દશકા જેટલો સમય પ્રસાર થઈ ચૂક્યો છે. હાલમાં ઓપરેશન લોટસ 2.0ની જરૂરત છે. પાછલી વખત કરતાં આ વખતે 06 ધારાસભ્યો ઓછા છે. ત્યારે 110 હતા, હાલ 104 છે. હાલમાં જરૂરત છે કે, 14 ધારાસભ્યો ફ્લોર ટેસ્ટની વોટિંગ સમયે ગેરહાજર રહે. ત્યારે જ બીજેપી 104 ધારાસભ્યો સાથે બહુમતી સુઘી પહોંચી શકશે.

  સીબીઆઈ અપાવશે બહુમત?

  નિશાન પર ધારાસભ્યો હશે, જેમના વિરૂદ્ધ સીબીઆઈ અથવા ઈન્કમ ટેક્સ સાથે જોડાયેલ કોઈ મામલો જોડાયેલ છે. આનાથી તેમને તોડવામાં સરળતા રહેશે. આવા લોકોમાં વિજયપુરાના આનંદ સિંહ છે, જે ઈલેક્શનથી પહેલા બીજેપી છોડીને કોંગ્રેસમાં આવ્યા છે. આનંદ સિંહનું ખાણ સાથે જોડાયેલ ધંધામાં મોટું નામ છે. તેમની સીબીઆઈએ ભૂતકાળમાં ધરપકડ પણ કરેલી છે. બેલ્લારીમાં તે પોતાના સમર્થકોને કહી રહ્યાં છે કે, તેઓ કોંગ્રેસના સાથે જ રહેશે પરંતુ પાછલા 48 કલાકમાં એકથી વધારે વખત 'પહોંચથી બહાર' થઈ ચૂક્યા છે. એવામાં તેમની નિષ્ઠા પર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે.

  આવી જ રીતે બીજા નિશાન લિંગાયત ધારાસભ્યો પર હશે. તે કુમારસ્વામીથી નારાજ છે. કુમારસ્વામી વોક્કાલિગા છે. લિંગાયતોને કહેવામાં આવે છે કે, તેઓ યેદિયુરપ્પાનો સાથે આપે, જે પોતે પણ લિંગાયત છે. તેવામાં લિંગાયત કોંગ્રેસ ધારાસભ્યો માટે સફાઈ આપવી સરળ રહેશે નહી કેમ કે, ચૂંટાઈને આવ્યા બાદ થોડા જ કલાકમાં તેઓ કેવી રીતે પાર્ટી બદલી શકે છે.  જેડીએસ ગ્રુપની સરખામણીમાં કોંગ્રેસને તોડવી સરળ લાગી રહી છે. જેડીએસમાં જે લોકો ઓલ્ડ મૈસૂર વિસ્તારથી નથી, તે પણ આશા લઈને બેસ્યા છે કે, કુમારસ્વામી સરકારમાં મંત્રીપદ મળી શકે છે. આ પાછળનું કારણ તે છે કે, કુમારસ્વામી બતાવવા માંગે છે કે, તેમની પાર્ટી સાઉથ કર્ણાટક સુધી જ સીમિત નથી. તેઓ આખા વિસ્તારનું પ્રતિનિધિત્વ ઈચ્છે છે. બીજી તરફ કોંગ્રેસના તે નેતા જે હૈદરાબાદ કર્ણાટકથી આવે છે, તેમને લઈને શંકા છે. બેલ્લારી, ચિત્રદૂર્ગ, રાયચૂર વિસ્તાર રેડ્ડી ભાઈઓના પ્રભાવમાં આવે છે.

  બીજેપી આપશે કાઉન્સિલર પદનું લોલીપોપ?

  એવા ધારાસભ્યો જેઓ વધુ ઈલેક્શન લડવા ઈચ્છતા નથી, તેમના માટે પ્લાન બી છે. કર્ણાટક વિધાન પરિષદની 06 સીટો પર આઠ જૂને ચૂંટણી થવાની છે. 104 સીટો સાથે બીજેપી હાલ તેવી સ્થિતિમાં છે કે, ચાર સીટો જીતી શકે. તેવામાં જે લોકો બીજેપીની ટીકિટ લઈને બીજી વખત ચૂંટણી લડવા ઈચ્છતા નથી, તેમને વિધાન કાઉન્સિલરની ઓફર આપવામાં આવી શકે છે.

  જનાર્દન રેડ્ડી અને બી.શ્રીરામુલુના પાસે તે કામ છે કે, તેઓ યેદિયુરપ્પા સરકારને બનાવવામા આવે અને બચાવવામાં લાગી જાય. યેદિયુરપ્પા 2007માં માત્ર સાત દિવસ માટે સીએમ બન્યા હતા. ત્યાર બાદ 2008માં 39 મહિના સુધી સીએમ રહ્યાં. ત્રીજી ટર્મનો પહેલો દિવસ શરૂ થઈ ગયો છે પરંત યેદિયુરપ્પા હાલમાં તે સસ્પેન્સમાં હશે કે, સરકાર કેટલા દિવસ સુધી ચાલશે. કેટલાક દિવસ અથવા 2023 સુધી
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: JDS, Karnataka Election, Master plan of BJP, Yeddyurappa, Yeddyurappa government, કર્ણાટક, કોંગ્રેસ, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन