Home /News /politics /

કર્ણાટકમાં 55 કલાકમાં જ બીજેપીની સરકાર પડી ભાંગી, યેદિયુરપ્પાએ CM પદેથી આપ્યું રાજીનામું

કર્ણાટકમાં 55 કલાકમાં જ બીજેપીની સરકાર પડી ભાંગી, યેદિયુરપ્પાએ CM પદેથી આપ્યું રાજીનામું

    ભાજપ પાસે બહુમતના આંકડા ન હોવાના કારણે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ શનિવારે રાજીનામું આપી દીધું. યેદિયુરપ્પાએ બહુમતનો પ્રસ્તાવ રજૂ તો કર્યું, પરંતુ ફ્લોર ટેસ્ટ માટે ન ગયા. આ પહેલા તેમને લગભગ 20 મીનિટ સુધી ભાવૂક સ્પીચ આપી. તેમને કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસ વિરૂદ્ધ જનાદેશ છે. જો અમને 113 સીટ મળી હોત તો આજે સ્થિતિ કંઈક અલગ જ હોત. યેદિયુરપ્પાએ 17મેના દિવસે એકલાએ સૌંગધ લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું અનુસરણ કર્યું છે.

    આમ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દેતા કર્ણાટકમાથી માત્ર 55 કલાકમાં જ બીજેપીની સરકાર પડી ભાગી છે. આ પહેલા યેદિયુરપ્પા એક વખત સાત દિવસ માટે અને એક વખત 39 મહિના માટે મુખ્યમંત્રી બન્યા હતા.



    અગાઉ ભાજપે કહ્યું હતું કે, તેઓ કર્ણાટક વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરશે. ભાજપ પાસે હાલ 104 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે 78 અને જેડીએસની પાસે 38 ધારાસભ્યો છે. કર્ણાટક વિધાનસભામાં બહુમતીનો આંકડો 111 છે. આમ આ પહેલા કર્ણાટકમાં બહુમત થવાનો ડ્રામો ચાલતો રહ્યો, દિવસભર બીજેપી પાસે બહુમત છે કે નહી તેના પર સમાચાર આવતા રહ્યા. અહી સુધી કે, કોંગ્રેસ અને જેડીએસના બે-બે ધારાસભ્યોના ગાયબ થવાના સમાચાર પણ આવ્યા હતા. જોકે, અંતમાં આ ગઠબંધનના બધા જ ધારાસભ્ય (કોંગ્રેસ 78 + જેડીએસ 37) સંસદમાં પહોંચી ગયા.

    આ પહેલા કોંગ્રેસના શિવકુમારે દાવો કરતા કહ્યું હતું કે, અમેને પૂરેપૂરો વિશ્વાસ છે કે યેદિયુરપ્પા બહુમત સાબિત કર્યા પહેલા જ રાજીનામું આપી દેશે, જે તેમના વાત સાચી ઠરી છે. કોંગ્રેસ નેતા વીએસ ઉગ્રપ્પાએ કહ્યું કે, તેમને (બીજેપીના બીવાઈ વિજેન્દ્ર) કોંગ્રેસના એમએલએની પત્નીને ફોન કરીને કહ્યું હતું કે, તેઓ પોતાના પતિને કહે કે તેઓ યેદિયુરપ્પાના ફેવરમાં વોટ આપે. અમે તમારા પતિને મંત્રી પદ અથવા 15 કરોડ રૂપિયા આપીશું.

    આમ યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યું નહતું, તે પહેલા કર્ણાટકના નેતાઓ એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં હતા. જોકે, હવે યેદિયુરપ્પાએ રાજીનામું આપીને કર્ણાટકના રાજકારણમાં આવેલ ઉથલપાથલને શાંત કરી નાંખી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Bs yeddyurappa, Karnataka assembly, Karnataka assembly election 2018

    આગામી સમાચાર