જામનગર સાંસદ કેનાલમાં પડ્યા, ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા
જામનગર સાંસદ કેનાલમાં પડ્યા, ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા
જામનગરના સાંસદ પૂનમબેન માડમ આજે સવારે અહીં હાથ ધરાયેલી ડિમોલેશન કામગીરીની મુલાકાતે આવ્યા હતા જ્યાં કેનાલ પર ઉભા હતા ત્યાં પાળી તૂટી પડતાં તેઓ કેનાલમાં ખાબક્યા હતા. પૂનમબેનની સાથે અન્ય બે મહિલાઓ પણ ઇજાગ્રસ્ત થઇ હતી.

જામનગર #જામનગરના સાંસદ પૂનમબેન માડમ આજે સવારે અહીં હાથ ધરાયેલી ડિમોલેશન કામગીરીની મુલાકાતે આવ્યા હતા જ્યાં કેનાલ પર ઉભા હતા ત્યાં ચાલવા માટે બનાવેલી પાપડી તૂટી પડતાં તેઓ કેનાલમાં ખાબક્યા હતા. પૂનમબેનની સાથે અન્ય બે મહિલાઓ પણ ઇજાગ્રસ્ત થઇ હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારેથી અહીંની ઝૂંપડપટ્ટીમાં ડિમોલિશેન કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહીં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સંજોગોમાં સાંસદ પૂનમબેન અહીં અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતાં. જ્યાં કેનાલ પર ઉભા રહી તેઓ ચર્ચા કરી રહ્યા હતા ત્યાં પાપડી તૂટી પડતાં તેઓ કેનાલમાં ખાબકયા હતા.
પૂનમબેનની સાથે અન્ય બે મહિલાઓ પણ કેનાલમાં પડી જતાં ભારે અફરાતફરીનો માહોલ થયો હતો. પોલીસ સહિત સ્ટાફ દ્વારા એમને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર