મંગળ પર વૈજ્ઞાનિકોને લાગ્યું મંગળ, વધુ સંશોધન કરાશે

વિશ્વમાં ડંકો વગાડી ભારતીય વૈજ્ઞાનિકોએ મંગળ પર મોકલેલા માર્સ ઓર્બિટર મિશન (એમઓએમ) દ્વારા વૈજ્ઞાનિકોને રોમાંચક વિગતો મળી છે. મંગળ પર મંગળ લાગી રહ્યું છે. પરંતુ આ અંગે હજુ ઘણું સંશોધન કરવું પડે એમ હોવાનો વૈજ્ઞાનિકોએ મત વ્યક્ત કર્યો હતો.

વિશ્વમાં ડંકો વગાડી ભારતીય વૈજ્ઞાનિકોએ મંગળ પર મોકલેલા માર્સ ઓર્બિટર મિશન (એમઓએમ) દ્વારા વૈજ્ઞાનિકોને રોમાંચક વિગતો મળી છે. મંગળ પર મંગળ લાગી રહ્યું છે. પરંતુ આ અંગે હજુ ઘણું સંશોધન કરવું પડે એમ હોવાનો વૈજ્ઞાનિકોએ મત વ્યક્ત કર્યો હતો.

  • News18
  • Last Updated :
  • Share this:
ચેન્નાઇ # વિશ્વમાં ડંકો વગાડી ભારતીય વૈજ્ઞાનિકોએ મંગળ પર મોકલેલા માર્સ ઓર્બિટર મિશન (એમઓએમ) દ્વારા વૈજ્ઞાનિકોને રોમાંચક વિગતો મળી છે. મંગળ પર મંગળ લાગી રહ્યું છે. પરંતુ આ અંગે હજુ ઘણું સંશોધન કરવું પડે એમ હોવાનો વૈજ્ઞાનિકોએ મત વ્યક્ત કર્યો હતો.

ઇસરો અધ્યક્ષ એ એસ કિરણ કુમારે કહ્યું કે, અમને માર્સ ઓર્બિટર મિશન (એમઓએમ) દ્વારા ઘણાં રોમાંચક આંકડા મળ્યા છે. પરંતુ એનું હજુ વધુ વિશ્લેષણ કરવાની આવશ્યકતા છે. વિવિધ તથ્યો જાણ્યા બાદ જ પરિણામો જાહેર કરાશે. એમઓએમના આંકડા વાસ્તવમાં ઉત્સાહજનક છે કે કેમ? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, મંગળએ મંગળ છે. આંકડાઓના વિશ્લેષણ બાદ વધુ સ્પષ્ટ કહેવું ઉચિત રહેશે.

એસ કુમારે વધુમાં કહ્યું કે, આંકડાઓના વિશ્લેષણ માટે હજુ વધુ ઘણું કામ કરવું પડે એમ છે. ઇસરોએ ભારતના વૈજ્ઞાનિક સમુદાય માટે એમઓએમના આંકડાઓનો ઉપયોગ કરાશે.

મંગળ પર પાણી હોવા અંગેની સંભાવના અંગે કુમારે કહ્યું કે, ઉપકરણોમાં માર્સ સ્પેક્ટ્રોમીટર ઉપરાંત કોઇ અન્યમાં આ નથી. આપણે હજુ ત્યાં અંદાજે 300 કિલોમીટરની ઉંચાઇ પર છીએ. જે હજુ ઘણું દુર છે. અભિયાનના અંતમાં આપણે ઉપગ્રહને મંગળની ધરતી પર એકદમ નજીક લઇ જઇશું. ત્યારે આપણે કંઇક નક્કર હકીકતો મેળવી શકીશું.

અહીં નોંધનિય છે કે, એમઓએની કક્ષામાં એક વર્ષ થવાની ઉજવણી કરતાં ઇસરોએ તાજેતરમાં જ એક માર્સ એટલાસ પ્રસિધ્ધ કર્યો છે. એમઓએમને 5મી નવેમ્બર 2013માં શ્રીહરિકોટાથી છોડવામાં આવ્યો હતો.
First published: