લ્યો કરો વાત, ચોર કોટવાળને દંડે : પાકે ભારત અને યૂએનને જવાબદાર ઠેરવ્યા

Haresh Suthar | News18
Updated: October 1, 2015, 11:39 AM IST
લ્યો કરો વાત, ચોર કોટવાળને દંડે : પાકે ભારત અને યૂએનને જવાબદાર ઠેરવ્યા
પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ એક વાર ફરી સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં બોલ્યા, પરંતુ એવું લાગ્યું કે જાણે તેઓ ગત વર્ષના ભાષણને ફરી રીપીટ કરી રહ્યા હોય. કારણ કે એમનું ભાષણ ફરી એકવાર કાશ્મીરના મુદ્દે ઇદી મુબારક જેવું જ હતું. એટલું જ નહીં એમણે સરહદ પારથી થઇ રહેલા ફાયરિંગ માટે ભારત અને કાશ્મીર મુદ્દે ઉકેલ ન લાવવા માટે યૂએનને જવાબદાર ઠેરવ્યા. શરીફે કહ્યું કે તેઓ શાંતિ ઇચ્છે છે પરંતુ એ માટે એમણે ચાર શરતો મુકી.

  • News18
  • Last Updated: October 1, 2015, 11:39 AM IST
  • Share this:
નવી દિલ્હી # પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ એક વાર ફરી સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં બોલ્યા, પરંતુ એવું લાગ્યું કે જાણે તેઓ ગત વર્ષના ભાષણને ફરી રીપીટ કરી રહ્યા હોય. કારણ કે એમનું ભાષણ ફરી એકવાર કાશ્મીરના મુદ્દે ઇદી મુબારક જેવું જ હતું. એટલું જ નહીં એમણે સરહદ પારથી થઇ રહેલા ફાયરિંગ માટે ભારત અને કાશ્મીર મુદ્દે ઉકેલ ન લાવવા માટે યૂએનને જવાબદાર ઠેરવ્યા. શરીફે કહ્યું કે તેઓ શાંતિ ઇચ્છે છે પરંતુ એ માટે એમણે ચાર શરતો મુકી.

આઇબીએન7 અને ન્યૂઝ18 પર પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીરમાં પાક સેનાની હેવાનિયતની તસ્વીરો સમગ્ર દુનિયાએ જોઇ. દુનિયા સામે આવેલા પાકિસ્તાનના આ ચહેરાથી દુનિયા હચમચી ઉઠી પરંતુ નવાજે પાક સેનાની જુલ્મી આ તસ્વીરોને નજર અંદાજ કરી કે પછી તેઓ આ તસ્વીરો જોવા જ ઇચ્છતા ન હતા. છેવટે તો એમના જ સૈનિકો ત્રાસ ગુજારી રહ્યા હતા. આ સંજોગોમાં નવાજ ફરી એકવાર કાશ્મીરને લઇને પોતાનો જુનો રાગ આલાપી બેઠા.

ભારત સામે તો નવાજથી નજરો ત્રાંસી જ રહે છે. આ વખતે તેમણે યૂએનને પણ લપેટામાં લીધું અને કબ્યું કે, આટલા વર્ષો સુધી એણે કાશ્મીર મુદ્દાને ઉકેલવા પ્રયાસ જ નથી કર્યો.

નવાજે સરહદ પર થઇ રહેલા ફાયરિંગ અંગે પણ સંપૂર્ણ રીતે ભારતને જ જવાબદાર ઠેરવ્યો. દુનિયા સામે રોદણાં રોયા કે ભારત તરફથી સતત થઇ રહેલા ફાયરિંગમાં એમના નાગરિકોના મોત થઇ રહ્યા છે. જ્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય સરહદની તસ્વીરો સાક્ષી છે કે પાકિસ્તાન તરફથી થતા ફાયરિંગથી ભારતીય નાગરિકોએ જાન ગુમાવ્યા છે.
First published: October 1, 2015, 10:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading