નવી દિલ્હી # ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જૂન માસમાં થયેલા ઐતિહાસિક સરહદી સમજુતી કરાર લાગુ થયો. આ ઐતિહાસિક સમજુતીને પગલે અડધી રાતથી ભારતનો નકશો બદલાઇ ગયો. ભારતની 111 ગ્રામ્ય વિસ્તારો બાંગ્લાદેશને અપાયા તો બાંગ્લાદેશના 52 ગ્રામ્ય વિસ્તારો ભારતમાં આવી ગયા. આ સાથે ભારતમાં 14 હજાર જેટલા નાગરિકો ઉમેરાયા.
ભારતમાં જે વિસ્તારની અદલાબદલી કરવામાં આવી એમાં અસમ, મેઘાલય, ત્રિપુરા અને પશ્વિમ બંગાળ રાજ્યના સરહદી વિસ્તારમાં આવે છે. એક અનુમાન મુજબ અદલાબદલીમાં ભારતમાં સમાવિષ્ટ વિસ્તારમાં 37 હજાર જેટલા લોકો રહેતા અને બાંગ્લાદેશી વિસ્તારમાં 14 હજાર જેટલા લોકો રહેતા હતા. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલા આ સમજુતી કરાર મુજબ બાંગ્લાદેશને 10 હજાર એકર જમીન મળશે તો ભારતશે. ને માત્ર 500 એકર જમીન જ મળશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીનની અદલાબદલીનો સમજુતી કરાર પહેલા 16મી મે 1974માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને બાંગ્લાદેશના વડાપ્રધાન મુજીબુર્ર રહમાન વચ્ચે થયો હતો. બાંગ્લાદેશની સંસદે આ સમજુતી કરારને 1974માં જ મંજૂરી આપી હતી. પરંતુ આ કરાર માટે જમીનની અદલાબદલી માટે ભારતમાં બંધારણમાં સુધારો કરવો જરૂરી હતો. જેને પગલે આ કરારની અમલવારીમાં લાંબો સમય લાગ્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર