Home /News /politics /India Vs SL: રવિન્દ્ર જાડેજાને બેવડી સદીથી કોણે રોક્યો? સચિનની વાત યાદ કરીને લોકોએ દ્રવિડ અને રોહિતને કર્યા ટ્રોલ

India Vs SL: રવિન્દ્ર જાડેજાને બેવડી સદીથી કોણે રોક્યો? સચિનની વાત યાદ કરીને લોકોએ દ્રવિડ અને રોહિતને કર્યા ટ્રોલ

મોહાલી ટેસ્ટના પ્રથમ દાવમાં રવિન્દ્ર જાડેજા 175 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. (PIC-AP)

Ravindra Jadeja Misses Double Ton: કેપ્ટન રોહિત શર્માએ મોહાલી ટેસ્ટમાં શ્રીલંકા સામે 574 રન પર તેની પ્રથમ ઇનિંગ ડિકલેર કરી. આ દરમિયાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેની કારકિર્દીની પ્રથમ બેવડી સદી ચૂકી ગયો હતો.

ભારતે શ્રીલંકા (India vs Sri Lanka) સામે મોહાલી ટેસ્ટના બીજા દિવસે 8 વિકેટે 574 રને તેનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. આ મેચ દરમિયાન અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. જાડેજાએ 228 બોલમાં અણનમ 175 રન બનાવ્યા હતા. ડાબા હાથના બેટ્સમેને 228 બોલમાં 17 ચોગ્ગા અને 3 સિક્સર પણ ફટકારી હતી. જાડેજાએ શનિવારે પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) સ્ટેડિયમમાં વર્ચસ્વ જમાવ્યું હતું. રવિચંદ્રન અશ્વિનએ 82 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી. શમી 20 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જાડેજા જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તેને તેની કારકિર્દીની પ્રથમ બેવડી સદી સરળતાથી ફટકારવામાં થોડો સમય લાગતો પરંતુ તે બન્યું નહીં.

જાડેજા ધીમે ધીમે બેવડી સદી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ ઇનિંગ્સ ડિકલેર કરવાની જાહેરાત કરી હતી. આ પછી ચાનો બ્રેક પણ લેવામાં આવ્યો. લોકોએ રોહિતની ઈનિંગ્સ જાહેર કરવાના સમય પર સવાલ ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને રોહિતની આકરી ટીકા કરી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે જાડેજા પાસે બેવડી સદી ફટકારવાની સુવર્ણ તક હતી પરંતુ કોચ અને કેપ્ટને તેને પૂર્ણ થવા દીધી ન હતી.





યુઝર્સ 2004ના પ્રવાસને યાદ કરી રહ્યા છે જ્યારે ટીમ ઈન્ડિયા દ્રવિડની કપ્તાનીમાં પાકિસ્તાનના પ્રવાસે હતી. તે સમયે સચિન તેંડુલકર મુલતાન ટેસ્ટ મેચમાં 194 રન પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે દ્રવિડે ઇનિંગ્સ ડિકલેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. તે સમયે દ્રવિડ કેપ્ટન હતો અને હવે કોચની ભૂમિકામાં છે. યુઝરે લખ્યું,'જો રવીન્દ્ર જાડેજાની જગ્યાએ રોહિત કે વિરાટ કોહલી હોત તો શું ઇનિંગ ડિકલેર કરી દેત???' અન્ય યુઝરે લખ્યું, 'હું રાહુલ દ્રવિડનો સંપૂર્ણ બહિષ્કાર કરું છું, આ અયોગ્ય છે. રવિન્દ્ર જાડેજા બેવડી સદીનો હકદાર હતો.







જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5000 રન અને 400 વિકેટ લેનાર ભારતનો માત્ર બીજો ક્રિકેટર છે. આ પહેલા આ રેકોર્ડ પૂર્વ કેપ્ટન કપિલ દેવના નામે હતો. કપિલ દેવે ભારત માટે 356 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 9031 રન નીકળ્યા હતા. આ સિવાય કપિલે 687 વિકેટ પણ લીધી હતી.
First published:

Tags: Cricket News in Guajarati, India Vs SL, India vs Sri Lanka, Indian cricket news, Rohit sharma record, Sachin tendulkar career, Team india

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો