Home /News /politics /પાકિસ્તાને વગાડી જૂની પીપૂડી, વાતચીત માટે તૈયાર પણ કાશ્મીર ભુલી જઇએ એ શક્ય નથી

પાકિસ્તાને વગાડી જૂની પીપૂડી, વાતચીત માટે તૈયાર પણ કાશ્મીર ભુલી જઇએ એ શક્ય નથી

ભારત પાકિસ્તાન બેઠકની જ્યારે વાત આવે ત્યારે પાકિસ્તાન હંમેશાથી જે પીપૂડી વગાડતું આવ્યું છે એ રાગ ફરીથી આલાપ્યો છે. આવતીકાલથી બે દિવસીય ભારતના પ્રવાસે આવનાર પાકના સુરક્ષા સલાહકાર અજીજે કહ્યું કે, તેઓ વાતચીત કરવા તૈયાર છે પરંતુ કાશ્મીર મુદ્દાને ભુલી જઇએ એ શક્ય નથી. અહીં નોંધનિય છે કે, પાકે અલગતાવાદીઓ નેતાઓને પણ મળવા માટે આમંત્રણ આપતાં ભારતે વિરોધ નોંધાવ્યો છે. જેને પગલે બેઠક સામે સંકટ ઉભું થયું છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ઇસ્લામાબાદ # ભારત પાકિસ્તાન બેઠકની જ્યારે વાત આવે ત્યારે પાકિસ્તાન હંમેશાથી જે પીપૂડી વગાડતું આવ્યું છે એ રાગ ફરીથી આલાપ્યો છે. આવતીકાલથી બે દિવસીય ભારતના પ્રવાસે આવનાર પાકના સુરક્ષા સલાહકાર અજીજે કહ્યું કે, તેઓ વાતચીત કરવા તૈયાર છે પરંતુ કાશ્મીર મુદ્દાને ભુલી જઇએ એ શક્ય નથી. અહીં નોંધનિય છે કે, પાકે અલગતાવાદીઓ નેતાઓને પણ મળવા માટે આમંત્રણ આપતાં ભારતે વિરોધ નોંધાવ્યો છે. જેને પગલે બેઠક સામે સંકટ ઉભું થયું છે.

અજીજ 23-24 ઓગસ્ટે નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત પૂર્વે આજે તેમણે પત્રકારે સાથે વાતચીત કરતાં કહ્યું કે પાકિસ્તાની ઉચ્ચાયુક્તે જમ્મુ કાશ્મીરના અલગતાવાદી નેતાઓને આમંત્રણ આપ્યું કે તેઓ આ નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે. પરંતુ આ બાબતનો ભારતે અસ્વીકાર કર્યો હતો.

અજીજે કહ્યું કે, આ વાત સમજવા જેવી છે કે ભારત જેવો દેશ આટલી નાની બાબતે બેઠક રદ કરી શકે છે. તેમણે કહ્યું કે, આ ભારત ઉપર નિર્ભર છે કે, આ બેઠક અંગે નિર્ણય કરે. હું અત્યારે પણ નવી દિલ્હી આવવા તૈયાર છું.

જોકે અજીજે કહ્યું કે, ત્રણ ડોઝિયર લઇને ભારત આવી રહ્યો છું. જેમાં પાકિસ્તાનમાં આતંકવાદમાં ભારતનો હાથ હોવાની વાત છે. હુર્રિયત નેતાઓની ધરપકડ કરવાના સમાચાર અંગે દુખ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, આ બેઠકથી અમને કોઇ મોટી સફળતાની આશા દેખાતી નથી.

હું જ્યારે ભારત જાઉ છું તો તમામ નેતાઓને મળું છું. તો તેઓ પણ તમામ નેતાઓને મળે છે. આમાં કોઇ મોટી વાત નથી. ભારત સાથે કોઇ ગંભીર વાતચીત થઇ શકે એમ નથી. જો તેમને કાશ્મીર મુદ્દે વાત કરવી નથી. જ્યારથી મોદી સત્તામાં આવ્યા છે તે પોતાની શરતોને આધારે વાત કરવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે અમે કાશ્મીર ભુલી જઇએ પણ તે શક્ય નથી.
First published:

Tags: એનએસએ, પાકિસ્તાન, ભારત, સરતાજ અજીજ, હુર્રિયત

विज्ञापन
विज्ञापन