Home /News /politics /વડોદરામાં પાટીદાર આંદોલન વિરૂદ્ધ હોર્ડીંગ્સ લાગ્યા

વડોદરામાં પાટીદાર આંદોલન વિરૂદ્ધ હોર્ડીંગ્સ લાગ્યા

વડોદરાઃ સમગ્ર મધ્ય ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે વડોદરામાં પાટીદાર અનામત આંદોલનને તોડવા માટે વિવિધ જગ્યાઓ પર પાટીદારોને અનામતની માંગણી ના કરવી જોઈએ તેવા હોર્ડીગ્સ અગ્રેંજી ભાષામાં લગાવવામાં આવ્યા છે.

વડોદરાઃ સમગ્ર મધ્ય ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે વડોદરામાં પાટીદાર અનામત આંદોલનને તોડવા માટે વિવિધ જગ્યાઓ પર પાટીદારોને અનામતની માંગણી ના કરવી જોઈએ તેવા હોર્ડીગ્સ અગ્રેંજી ભાષામાં લગાવવામાં આવ્યા છે.

વડોદરાઃ સમગ્ર  ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે વડોદરામાં પાટીદાર અનામત આંદોલનને તોડવા માટે વિવિધ સ્થળો પર પાટીદારોને અનામતની માંગણી ના કરવી જોઈએ તેવા હોર્ડીંગ્સ અગ્રેંજી ભાષામાં લગાવવામાં આવ્યાં છે. વડોદરાના કાલાઘોડા, સયાજીગંજ, કોઠી ચાર રસ્તા, ખંડેરાવ માર્કેટ, મકરપુરા તેમજ વિવિધ વિસ્તારોમાં સરદાર પટેલના ફોટો સાથેના અગ્રેંજી ભાષામાં યુવા પાટીદારના નામથી હોર્ડીંગ્સ લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે અનામત આંદોલન એક ષંડયંત્ર છે જેના દ્વારા પાટીદારોના ભાગલા પાડવામાં આવી રહ્યાં છે. પાટીદારોને અનામતની માંગ ના કરવી જોઈએ કારણ કે રાજયમાં તે શકય નથી. રાજયમાં 49 ટકા અનામત એસસી, એસટી અને ઓબીસી જાતિના લોકોને આપવામાં આવ્યું છે અને સુપ્રીમ કાર્ટના આદેશ પ્રમાણે રાજયમાં 49 ટકાથી વધુ અનામત શકય નથી જેથી પાટીદારોએ અનામતની માંગણી છોડી દેવી જોઈએ.

2

આમ વડોદરામાં યુવા પાટીદારના નામથી લાગેલા હોર્ડીંગ્સથી પાટીદારોનું અનામત આંદોલન તોડી નાંખવાનું કોઈનું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે,  21 ઓગષ્ટના રોજ વડોદરામાં પાટીદારોની મહાક્રાંતિ રેલી યોજાવાની છે જેથી આવા હોર્ડીંગ્સથી પાટીદારોમાં અંદરોઅંદર મતભેદ ઉભા કરી આંદોલનને તોડી પાડવાનું એક ચોકકસ કાવતરુ લાગી રહ્યું છે.

વડોદરાના પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર પરેશ પટેલે વડોદરામાં ઠેકઠેકાણે જે હોર્ડીંગ્સ લગાવાયા છે તેના માટે સીધી રીતે ભાજપને જવાબદાર ગણાવ્યું છે અને તેમેને ભાજપ પર આક્ષેપ મુક્યો છે કે ભાજપ પાટીદારોના આંદોલનને તોડી નાખવાનો પ્રયત્ન કરી રહી છે અને આ હોર્ડીંગ્સ લગાવવામાં ભાજપનું ષડયંત્ર છે. ભાજપ આંદોલનને તોડવા માટે કોઇપણ પ્રકારનું ષડયંત્ર
રચી લે પરંતુ પાટીદારોનું અનામત આંદોલન ચાલુ જ રહેશે અને પાટીદારોનું આંદોલન તુટશે નહીં તે વાત ચોકકસ છે.
First published:

Tags: Vadodara, અનામત, આંદોલન, આક્ષેપ, પાટીદાર, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन