Home /News /politics /પાકમાં સુષ્માનું ઉષ્માભેર સ્વાગત, આજે નવાજ સાથે કરશે મુલાકાત

પાકમાં સુષ્માનું ઉષ્માભેર સ્વાગત, આજે નવાજ સાથે કરશે મુલાકાત

ભારત અને પાકિસ્તાનના દ્રિપક્ષી સંબંધો માટે આજનો દિવસ મહત્વનો છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ મંગળવારે પાકિસ્તાન પહોંચ્યા તો ત્યાં એમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે તેઓ હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં પણ ભાગ લેશે અને સાંજે પાક વડાપ્રધાન નવાજ શરીફ સાથે મુલાકાત કરશે.

ભારત અને પાકિસ્તાનના દ્રિપક્ષી સંબંધો માટે આજનો દિવસ મહત્વનો છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ મંગળવારે પાકિસ્તાન પહોંચ્યા તો ત્યાં એમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે તેઓ હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં પણ ભાગ લેશે અને સાંજે પાક વડાપ્રધાન નવાજ શરીફ સાથે મુલાકાત કરશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ભારત અને પાકિસ્તાનના દ્રિપક્ષી સંબંધો માટે આજનો દિવસ મહત્વનો છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ મંગળવારે પાકિસ્તાન પહોંચ્યા તો ત્યાં એમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે તેઓ હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં પણ ભાગ લેશે અને સાંજે પાક વડાપ્રધાન નવાજ શરીફ સાથે મુલાકાત કરશે. જ્યારે 11 વાગે તેઓ કોન્ફરન્સને સંબોધન કરશે.

અફઘાનિસ્તાન મુદ્દે થઇ રહેલી હાર્ટ ઓફ એશિયા સમિટને લઇને સમગ્ર વિશ્વની નજરો ખેંચાઇ છે. તો ભારત અને પાકિસ્તાન વચ્ચેને દ્વિપક્ષી સંબંધોને લઇને પણ આ મુલાકાતને ખાસ માનવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહે છે કે વિદેશ મંત્રી સુષમાની પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ અને સરતાજ અજીજ સાથેની મુલાકાત કેવી રહે છે. સુષમા સાંજે 4-30 કલાકે નવાજ સાથે અને સાંજે 5-30 કલાકે સરતાજ અજીજ સાથે મુલાકાત કરશે.

સુષમા સ્વરાજે પાકિસ્તાનમાં કદમ રાખતાંની સાથે જ સ્પષ્ટ કરી દીધું કે બંને દેશ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે વાતચીત જરૂરી છે.

અહીં નોંધનિય છે કે, વર્ષ 2012માં એમ એસ કૃષ્ણા બાદ ભારતીય વિદેશ મંત્રીની પાકિસ્તાનની આ પ્રથમ મુલાકાત છે.
First published:

Tags: નવાજ શરીફ, પાકિસ્તાન, ભારત, સરતાજ અજીજ, સુષમા સ્વરાજ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन