Home /News /politics /

પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રાખવા સંઘનું નિવેદન, કોંગ્રેસે આક્રોશ વ્યકત કર્યો

પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રાખવા સંઘનું નિવેદન, કોંગ્રેસે આક્રોશ વ્યકત કર્યો

પઠાણકોટ હુમલા બાદ પણ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રાખવાની જાણે કે વકીલાત કરી છે. સંઘે કહ્યું કે, પઠાણકોટ હુમલા બાદ પણ ભારત પાકિસ્તાન વાતચીત ચાલુ રાખી શકાય છે. પરંતુ હુમલાને લઇને સખત કાર્યવાહી થવી જોઇએ. તો બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પઠાણકોટ હુમલા બાદ પણ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રાખવાની જાણે કે વકીલાત કરી છે. સંઘે કહ્યું કે, પઠાણકોટ હુમલા બાદ પણ ભારત પાકિસ્તાન વાતચીત ચાલુ રાખી શકાય છે. પરંતુ હુમલાને લઇને સખત કાર્યવાહી થવી જોઇએ. તો બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

સંઘે કહ્યું કે, સરકારે મજબૂતીથી ભારતે સચિવ સ્તરની બેઠકમાં પુરતા પુરાવાઓ સાથે પોતાની ધારદાર રજુઆત કરવી જોઇએ. આજે મહારાષ્ટ્રના જલગાંવમાં આરએસએસની બે દિવસીય ચિંતન શિબિર શરૂ થઇ છે.

તો બીજી તરફ કોંગ્રેસે આ વાતચીત રદ કરવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે, હુમલા બાદ વાતચીત તરત જ બંધ કરી દેવી જોઇએ. નવાજ શરીફની હુકુમત રાયવિંડથી બહાર ચાલતી નથી. પાકિસ્તાનને રાહિલ શરીફ ચલાવે છે. ત્યાં ત્રણ વસ્તુઓ ચાલે છે, અલ્લાહ, આર્મી અને અમેરિકા. એનએસએ સાથે બેંગકોંગમાં શું વાત થઇ હતી? શું સરકાર સિયાચીન અને સર ક્રિકને પાકિસ્તાનના હવાલે કરવા ઇચ્છે છે. આ વાતચીત તરત બંધ કરી દેવી જોઇએ. જો આતંક ચાલતો જ રહેશે તો તમે શું વાત કરશો, ભાજપ ઉશ્કેરાઇ ગયું છે. તમે (મોદી) લાહોર શું કરવા ગયા હતા?
First published:

Tags: આતંકવાદી હુમલો, આરએસએસ, કોંગ્રેસ, પાકિસ્તાન, ભાજપ, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन